Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાનની જામનગર મુલાકાત સંદર્ભે પ્રથમ વખત કયુઆર કોડ પદ્ધતિથી પાર્કિંગ પ્લાન

ડિજિટલ મેપની મદદથી નિર્ધારિત પાર્કિંગમાં પહોંચવા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: વડાપ્રધાનની જામનગરની સૂચિત મુલાકાતને અનુલક્ષીને શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુગમ રહે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, આર.ટી.ઓ. એ .જે. વ્યાસ, પંચાયત કાર્યપાલક ઇજનેર શ્રી કે.બી.છૈયા તથા આસી.ટાઉન પ્લાનર ઊર્વીલ દેસાઈ દ્વારા વાહન પાર્કિંગ અને રૂટની વિગતવાર ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

આ આયોજનની વિશેષતા એ છે કે, જામનગરમાં સૌપ્રથમ વખત કયુઆર કોડ પદ્ધતિથી પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેનાથી નાગરિકો ડિજિટલ મેપની મદદથી નિર્ધારિત પાર્કિંગ સ્થળ સુધી સરળતાથી પહોંચી શકશે.

 આ વ્યવસ્થા હેઠળ ખાસ કરીને વી.આઈ.પી. વાહનો માટે જામનગર મહાનગર સેવા સદનમાં પાર્કિંગ ફાળવવામાં આવ્યું છે, જ્યાં અંદાજે ૬૦ જેટલા પાસધારક ફોર-વ્હીલર વાહનો રણમલ તળાવ પેરિફેરીથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સવાળા રસ્તે થઈને પ્રવેશ મેળવી શકશે. જામનગર ગ્રામ્યના વિવિધ તાલુકાઓ અને માર્ગો પરથી આવતી બસો અને ફોર વ્હીલર માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ રોડ તરફથી આવતી બસો અને ફોર વ્હીલર અંબર ચોકડીથી સુભાષ બ્રિજ વચ્ચેના ઓવરબ્રિજ નીચેના ગાળામાં પાર્ક કરી શકાશે. જ્યારે દ્વારકા, ખંભાળિયા કે લાલપુર તરફથી આવતી બસો માટે લાલપુર ચોકડીથી પવનચક્કી થઈને જોલી બંગલા પાસેના ગુજરાત ટ્રાવેલ્સવાળા રોડ પર પાર્કિંગ, પીકઅપ અને ડ્રોપ પોઈન્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ તમામ સ્થળોએથી નાગરિકોએ પગપાળા ચાલીને મુખ્ય કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવાનું રહેશે.

શહેરની સામાન્ય જનતાના ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાર્કિંગ પોઈન્ટ્સ નક્કી કરાયા છે. ટાઉન હોલ પર અંદાજે ૧૮૦૦ જેટલા ટુ-વ્હીલર માટેની જગ્યા ફાળવવામાં આવી છે, જ્યાં સુભાષ બ્રિજ, ગ્રેઈન માર્કેટ અને રણજીત રોડ તરફથી આવતા વાહનો પાર્ક થઈ શકશે. ફોર-વ્હીલર વાહનો માટે તિબેટીયન માર્કેટમાં ૮૦ વાહનોની ક્ષમતાનું પાર્કિંગ રખાયું છે. આ ઉપરાંત, રણમલ લેક પાર્કિંગ પાસે ૧૧૦૦ ટુ-વ્હીલર અને ૧૦૦ ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે, જે ખાસ કરીને લાલપુર રોડ, સમર્પણ સર્કલ અને રણજીતનગર વિસ્તારના લોકો માટે અનુકૂળ રહેશે. તમામ નાગરિકોને આ આધુનિક કયુઆર કોડ પદ્ધતિનો ઉપયોગ કરી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh