Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાપ્તામાંથી નાસી જનાર આરોપીનું પ્રકરણઃ
જામનગર તા. ૨૦: જામનગરના સાતરસ્તા પાસે ત્રણેક દિવસ પહેલાં એક આરોપી હોમગાર્ડ સદસ્યના બાઈકમાં પાછળથી ઠેકડો મારીને ઉતરી ગયા પછી નાસી ગયો હતો. આ આરોપીને પકડી લેવાયો છે. તે પછી એસપીએ સિટી સી ડિવિઝનના એમઓબી વિભાગના મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યાે છે.
જામનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વુલન મીલ નજીક વસવાટ કરતા મીત સુનિલભાઈ બારીયા ઉર્ફે મીતલા નામના શખ્સની ધરપકડ કરાઈ હતી. આ શખ્સને એમઓબી શાખામાં કાયદા મુજબ ફોટા તથા ફીંગરપ્રિન્ટ માટે હોમગાર્ડઝના સદસ્ય કિરણભાઈ ત્રિવેદી બાઈકમાં બેસાડીને લઈ ગયા પછી તેને પરત લાવતા હતા ત્યારે સાતરસ્તા નજીક ટ્રાફિકજામમાં બાઈક ધીમુ પડતા પાછળથી ઠેકડો મારી આ શખ્સ ઉતરી ગયો હતો અને પાછળ જ આવતા પોતાના સાગરિતના બાઈકમાં બેસીને પલાયન થયો હતો.
આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી એલસીબીએ આરોપી મિતેશ ઉર્ફે મીત સુનિલભાઈને પકડી પાડ્યો હતો. ઉપરોકત બનાવ અનુસંધાને એમઓબી શાખામાં ફરજ બજાવતા રાધાબેન નામના મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આરોપીને ફોટા તથા ફીંગરપ્રિન્ટ માટે લઈ જવા હોમગાર્ડ સદસ્યના હવાલે કરવામાં આવ્યો હોય અને આ શખ્સને સ્કૂટરમાં લઈ જવાતો હોય તેની ગંભીરતા ધ્યાને લઈ આ મહિલા જમાદારને સસ્પેન્ડ કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial