Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુગારના પાંચ દરોડામાં ૨૬ શખ્સ સવા લાખના મુદ્દામાલ સાથે ઝબ્બેઃ
જામનગર તા. ૨૦: જામનગર-ખંભાળિયા રોડ પર રાવલસ ગામના વાડી વિસ્તારમાં ગઈરાત્રે પોલીસે પાડેલા દરોડામાં આઠ શખ્સ ગંજીપાનાથી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. જામજોધપુરના ગોરખડી ગામમાંથી ચાર, લાલપુરમાંથી ચાર અને ધ્રોલના ધરમપુરમાંથી છ પત્તાપ્રેમી પકડાઈ ગયા હતા. નગરની નાગેશ્વર કોલોનીમાં ગંજીપાનાથી જુગાર રમતા ચાર શખ્સ પકડાયા હતા. પાંચેય સ્થળેથી કુલ રૂ।.સવા લાખનો મુદ્દામાલ ઝબ્બે લેવાયો હતો.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા રાવલસર ગામના વાડી વિસ્તારમાં ગઈરાત્રે કેટલાક શખ્સો એકઠા થઈ ગંજીપાનાથી જુગાર રમતા હોવાની બાતમી પરથી સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે રાવલસર ગામમાં સ્કૂલવાળી ગલીમાં ચારણનેસ પાસે દરોડો પાડ્યો હતો. આ સ્થળે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા જયેન્દ્રસિંહ હેમતસિંહ જાડેજા, લખમણભાઈ રાજશીભાઈ ગઢવી, રાયદે કેશુભાઈ કારીયા, વિશ્વજીતસિંહ ગંભીરસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ અરવિંદસિંહ જાડેજા, અર્જુન પાલાભાઈ કારીયા, રઘુવીરસિંહ જુવાનસિંહ જેઠવા, ધર્મેશ મેઘાણંદભાઈ સાખરા મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૧૦૨૩૦૦ રોકડા કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર તાલુકાના ગોરખડી ગામમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા ભાયચંદ લખમશીભાઈ ખોના, જીતેશભાઈ નાથાભાઈ વાદી, જીતેશભાઈ ભૂરાભાઈ ભંડેરી, ધરમશીભાઈ ધનાભાઈ તારા નામના ચારને પોલીસે પકડી લઈ રૂ।.૩૧૫૦ રોકડા ઝબ્બે લીધા છે.
જામનગરની નાગેશ્વર કોલોનીમાં ગઈરાત્રે જાહેરમાં ગંજીપાના કૂટતા કિશન ધીરૂભાઈ પરમાર, મિલન ડાયાભાઈ શિયાર, મિલન ધીરૂભાઈ શિયાર, વિમલ ભાવેશભાઈ બારીયા નામના ચાર શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ।.૧૧૨૧ ઝબ્બે લીધા છે.
ધ્રોલ તાલુકાના ધરમપુર ગામમાં ગઈકાલે રાત્રે રોનપોલીસ રમતા પ્રવીણભાઈ જેસીંગભાઈ રાઠોડ, સંજય કારૂભાઈ પરેશા, દીનેશ ચનાભાઈ સોનારા, નરેશ શિવાભાઈ પરેશા, રામાભાઈ સોંડાભાઈ ચાવડીયા, મનસુખભાઈ નાથાભાઈ પરેશા નામના છને પોલીસે પકડી લઈ રૂ।.૩૦૧૦ કબજે લીધા હતા.
લાલપુરના ધરારનગરમાં ગઈરાત્રે સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તી રમતા અતુલ લધુભાઈ વાઘેલા, મુકેશ રામજીભાઈ રાઠોડ, નિલેશ કારાભાઈ રાઠોડ, સાહિલ વિજયભાઈ કબીરા નામના ચાર શખ્સને પોલીસે પકડી રૂ।.૪૩૫૦ ઝબ્બે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial