Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વરિષ્ઠ બાળરોગ ડૉ. ડી.એમ.પોપટ અને તેમની તબીબ પુત્રીઓનું નવું પુસ્તક પ્રકાશિત

'પોપટ્સ પિડીયાટ્રીક્સ ઓન ફોન - ૧૨'

                                                                                                                                                                                                      

'પોપટ્સ પિડીયાટ્રીક્સ ઓન ફોન' એ જામનગરના સિનિયર બાળરોગ નિષ્ણાંત ડૉ. ડી.એમ. પોપટ દ્વારા તેમની પુત્રીઓ ઈશાની અને જુઇને મેડિકલ અભ્યાસમાં ઉપયોગી થઇ શકે એ માટે સંદર્ભ ગ્રંથ તરીકે રચવાની શરૂઆત કરવામાં આવી હતી. ૨૦૧૫ થી આરંભ થયેલ આ સિલસિલામાં પાછળથી ડૉ.ડી.એમ.પોપટની બંને પુત્રીઓ ડૉ. ઈશાની પોપટ નથવાણી તથા ડૉ. જૂઇ પોપટ રાજા બાળરોગ નિષ્ણાત ડોક્ટર બની ગયા પછી પિતા અને બંને પુત્રીઓએ સાથે મળીને આ કાર્યને બાળરોગ નિષ્ણાતો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ હેતુથી અવિરત આગળ વધાર્યુ જેનાં પરિણામે છેલ્લા ૧૧ વર્ષમાં આ સિરીઝનું આ ૧૨મું પુસ્તક પ્રકાશિત થયું છે. ઉલ્લેખનીય છે કે આ તમામ પુસ્તકો એક સિરીઝનાં હોવા છતાં સ્વતંત્ર છે. એટલેકે એકબીજા પર આધારિત નથી અને કોઈપણ પુસ્તક તેની આગળનાં પુસ્તકના સંદર્ભ વગર વાંચી શકાય છે.

પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકોએ ડૉ. સ્વાતિનો પણ ઋણ સ્વીકાર કર્યો છે. જે ડૉ. ડી. એમ. પોપટના પત્ની તથા તેમની બંને પુત્રીઓનાં માતા છે. આમ આ સિરિઝમાં સમગ્ર પરિવારનું યોગદાન છે એમ કહી શકાય.બાળરોગોનાં નિદાન અને સારવાર પર લખાયેલ આ પુસ્તક પરિવારના જ ત્રણ બાળકો સંવેદના, સમર્થ અને નાઇશાને અર્પણ કરવામાં આવ્યું છે.

નવા પ્રકાશિત પુસ્તકમાં એકદમ નવજાત બાળક, ૪ કલાકનાં બાળકથી લઇ ૧૦ વર્ષની વય સુધીના બાળદર્દીઓના કેસ છે.નવા પ્રકાશિત પુસ્તકમાં ૨૪૧ પાનામાં કુલ ૫૦ કેસનું વિવરણ આપવામાં આવ્યું છે જેમાં સામાન્ય બાળરોગોથી લઇ નિયોનેટોલોજી, ક્રિટીકલ કેર, હેમેટોલોજી, હેપેટોલોજી, રૂમેટોલોજી, એન્ડોક્રિનોલોજી, ન્યૂરોલોજી, કાર્ડિયોલોજી અને નેફ્રોલોજીને સ્પર્શતા કેસોને રસપ્રદ અભ્યાસ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

પુસ્તકમાં સમાવિષ્ટ દરેક કેસમાં દર્દીની હિસ્ટ્રી, જરૂરી તપાસો, નિદાન, સારવાર તથા કેસમાંથી શીખવા મળતા અગત્યના મુદ્દાઓને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે.

આ પુસ્તકની વિશેષતા એ છે કે દરેક કેસના અંતે 'ટેક હોમ મેસેજીસ'  આપવામાં આવ્યા છે, જેથી વ્યસ્ત તબીબ પણ ઓછા સમયમાં કેસમાંથી મળતા અગત્યના પ્રાયોગિક મુદ્દાઓ જાણી શકે. કેસની સારવાર દરમિયાન થયેલી મુશ્કેલીઓ તથા કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે પણ રજૂ કરવામાં આવ્યું છે.

'પોપટ્સ પીડીયાટ્રીક્સ ઓન ફોન' સિરિઝનાં ૧૨ માં પુસ્તકના પ્રકાશન સાથે જ ડૉ. ડી.એમ. પોપટ અને તેમની બંને પુત્રીઓએ આ સિરિઝનાં ૧૩ માં પુસ્તકની તૈયારીઓ પણ આરંભ કરી દીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh