Advertisement
Author: નોબત સમાચાર

નિફ્ટી ફયુચર ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

તા. ૧૯- ૬-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....

સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી નાગરિકોને તહેરાન છોડવા તાકીદ કરતાં અને જી-૭ દેશોની મીટિંગથી વહેલા અમેરિકા પરત ફરવા સામે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્વ મામલે ઈરાને યુદ્વનો અંત લાવવા વાટાઘાટ માટે તૈયારી બતાવતાં સંકેત આપીને સાઉદી અરેબિયા સહિતના દેશોની મધ્યસ્થીમાં ફરી ન્યુક્લિયર ડિલ કરવા સંમત હોવાના અહેવાલોએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.

આગામી દિવસોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેવો વ્યુહ અપનાવશે એના પર વિશ્વની નજર સાથે ક્રુડ ઓઈલના ભાવ પણ એકથી દોઢ ડોલર વધી આવ્યા સાથે યુરોપના બજારોમાં નરમાઈ અને હજુ અનિશ્ચિતતાએ ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૨%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૦૩% ઘટીને અને નેસ્ડેક ૦.૧૩% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૫% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૪ અને વધનારની સંખ્યા ૧૧૨૫ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ. ૯૯૨૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૯૯૩૨૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૯૯૧૫૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૭૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૯૯૨૬૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વરઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ. ૧,૦૮,૧૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૦૮,૪૨૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૦૮,૧૬૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૯૭ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૦૮,૨૬૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન, એનર્જી અને કોમોડિટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાઈટન કંપની લિ., મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોટક બેન્ક, ટાટા મોટર્સ, લાર્સન લિ., બજાજ ફિનસર્વ અને મારૂતિ સુઝુકી, જેવા શેરો ૧.૫% થી ૦.૫% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટ, ઇન્ડસઇન્ડ બેન્ક, ઇન્ફોસિસ લિ., એચસીએલ ટેકનોલોજી, પાવર ગ્રીડ કોર્પોરેશનઅને ટાટા સ્ટીલ જેવા શેરો ૧.૫% થી ૦.૫% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

એસીસી લિ. (૧૮૩૮): સિમેન્ટ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૧૮૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૧૭૮૭ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. ૧૮૫૩ થી રૂ. ૧૮૬૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૮૭૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!

એચસીએલ ટેકનોલોજી (૧૭૦૭): રૂ. ૧૬૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ. ૧૬૭૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ. ૧૭૨૩ થી રૂ. ૧૭૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

એક્સીસ બેન્ક (૧૨૨૦): રૂ. ૧૧૯૪ નો પ્રથમ તેમજ રૂ. ૧૧૮૦ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૧૨૩૩ થી રૂ. ૧૨૪૦ આસપાસ તેજી તરફી રૂખ નોંધાવે તેવી શક્યતા છે...!!

જીન્દાલ સ્ટીલ (૮૯૩) : આયર્ન અને સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. ૯૦૯ થી રૂ. ૯૧૪ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ. ૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ઇઝરાયલે ઈરાનના તહેરાન પર મિસાઇલ હુમલો કર્યા બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. તેની અસર વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પર પણ જોવા મળી રહી છે. માત્ર બે દિવસમાં, બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૧૦ ડોલર વધીને ૭૫ ડોલર થયો છે. ભારત જેવા દેશો, જે તેમની ૮૫% ઇંધણ જરૂરિયાતો આયાત દ્વારા પૂરી કરે છે, તેમને આની સીધી થશે. મધ્ય પૂર્વમાં ભારે તણાવનાં કારણે જ્યારે ક્રૂડ ઓઈલમાં અંદાજીત ૧૨% નો ઉછાળો જોવા મળ્યો છે, ત્યારે આરબીઆઈ દ્વારા આ ઉછાળાને નિયંત્રિત કરવા માટે ડોલર વેચ્યા હતા.

ઈરાને પણ આ હુમલાનો જવાબ આપતા હવે મધ્ય પૂર્વમાં લાંબા ગાળાના યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેના કારણે વૈશ્વિક ધોરણે ક્રૂડ ઓઈલના સપ્લાયમાં અવરોધો આવી શકે છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટનો પણ સમાવેશ થાય છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવની સીધી અસર ક્રૂડ ઓઈલ પર પડશે અને તે નિશ્ચિત છે કે તેની અસર ભારત જેવા દેશો પર પડશે જે તેના મોટા આયાતકાર છે. એવામાં જો ક્રૂડના ભાવમાં વધે છે, તો ભારતની વેપાર ખાધમાં વધારો થશે જ, પરંતુ રૂપિયા પર પણ ભારે દબાણ આવશે અને આગામી દિવસોમાં ફુગાવો વધી શકે છે જેની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh