Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ નગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટેના
ભાણવડ તા.૧: ભાણવડ નગરપાલિકામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનોને ફ્લેગ ઓફ કરાવતા મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, શહેરની સફાઈ માટે આ વાહનો ખૂબ જ ઉપયોગી બનશે.
ભાણવડ શહેરમાં સફાઈ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું કાર્ય ભાણવડ નગરપાલિકાના વાહનો દ્વારા કરવામાં આવી રહૃાું છે. વધુ સારી રીતે સફાઈ થઈ શકે અને વ્યવસ્થિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ થઈ શકે તે માટે નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને ઓપન સ્પોટ ક્લીનિંગનું ટેન્ડર ૧૪માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ છે. આ ટેન્ડર અંતર્ગત એજન્સીના ગાર્બેજ કલેક્શન વાહનોને મંત્રી મૂળુભાઇ બેરાએ ફ્લેગ ઓફ કરાવીને કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. અંદાજિત ૧૯ સફાઈકર્મી, ટ્રેક્ટર તેમજ કલેક્શન માટેના મીની ટ્રક મળીને કુલ ૮ વાહનોની મદદથી નગરમાં દૈનિક સફાઈકાર્ય કરવામાં આવશે.
આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક જરૂરિયાતને ધ્યાને લઈને ગાર્બેજ કલેક્શનની નિયમિત વ્યવસ્થા થતા શહેરને સ્વચ્છ રાખવામાં નગરપાલિકાને મદદ મળશે. વધુમાં તેઓએ શહેરી વિકાસ વર્ષ અંતર્ગત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ભાણવડના વિકાસ કાર્યોની રૂપરેખા આપીને સૌને રાજ્ય સરકારની શહેરી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ પ્રિયેશભાઈ અનડકટ સહિત હોદ્દેદારો અને અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહૃાાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial