Advertisement
Author: નોબત સમાચાર

ઔદ્યોગિક વસાહતમાં ઓફિસનો લોક તોડી એસી સહિત ૬૦ હજારની મત્તા ચોરાઈ

કાલાવડમાં ક્રિકેટ રમવા ગયેલા યુવાનના મોબાઈલની ચોરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના મસીતીયા નજીકના એક ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં સાઈટ કન્ટેનરની ઓફિસમાંથી ઈનડોર તથા આઉટ એસી તેમજ કલર ભરેલી સાત ડોલ ચોરાઈ ગઈ છે. તસ્કરો ત્યાંથી ૩૦૦ મીટર વાયર પણ ઉઠાવી ગયા છે. જ્યારે કાલાવડમાં ક્રિકેટ રમવા ગયેલા એક યુવાનનો સાઈટમાં રાખવામાં આવેલો મોબાઈલ કોઈ શખ્સ ઉઠાંતરી કરી ગયો છે.

જામનગરના મસીતીયા ગામથી કનસુમરા રોડ પર એપલ ઈન્ડસ્ટ્રીયલ-૪ નામની ઔદ્યોગિક વસાહતમાં એક્સાઈટની કન્ટેનર ઓફિસમાં શનિવારની રાત્રિથી રવિવારની સવાર સુધીમાં ચોરી થઈ છે.

તે સાઈટની ઓફિસનું લોક તોડી નાખી અંદરથી ડાયકીન કંપનીનું ઈનડોર તથા આઉટ ડોર એસી તથા બિરલા વ્હાઈટ કંપનીની કલર ભરેલી સાત ડોલ, પાવર સપ્લાય માટેનો ૩૦૦ મીટર કેબલ ચોરાઈ ગયો છે. બિપીનભાઈ ચોવટીયાએ કુલ રૂા.૬૦ હજારની મત્તાની ચોરી થવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કાલાવડ તાલુકાના નાની વાવડી ગામના વતની અને હાલમાં કાલાવડની હેલીપેડ સોસાયટીમાં રહેતા નયન ગિરધરભાઈ આઠુ ગયા મંગળવારે કાલાવડમાં નવા માર્કેટ યાર્ડ પાછળ આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા માટે ગયા હતા.

જ્યાં તેઓએ પોતાનો સેમસંગ કંપનીનો રૂા.૫ હજારની કિંમતનો મોબાઈલ મૂકી રાખ્યો હતો. તેની બાજુમાં અન્ય ફોન પણ પડેલા હતા. ફીલ્ડીંગ પૂરૂ થયા પછી ત્યાં ગયેલા નયનને તેનો મોબાઈલ ચોરાઈ ગયાની જાણ થતાં કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh