Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.૬૦ હજારનો દંડ ભરવા હુકમઃ
જામનગર તા. ૧: જામનગરના એક આસામીએ રૂા.૬૦ હજારના ચેક પરતની અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના તેજપાલસિંહ લખુભા ગોહિલ નામના આસામી પાસેથી યુગલ જીતેન્દ્રભાઈ હિંગોરીયાએ પૈસાની જરૂરિયાત ઉભી થતા રૂા.૬૦ હજાર હાથઉછીના લઈ તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાં જમા કરાવવામાં આવતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યાે હતો. આથી નોટીસ આપ્યા પછી તેજપાલસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપી યુગલ જીતેન્દ્રભાઈ હિંગોરીયાને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial