Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિણીતાએ ત્રાસ આપી મારકૂટ કર્યાની રાવ કરીઃ
જામનગર તા. ૧: દ્વારકાના ટીવી સ્ટેશન રોડ પર વરસાદીનું પાણી ઉડવાના મામલે ત્રણ યુવાન પર ચાર શખ્સે હુમલો કરી મારકૂટ કરી હતી. જ્યારે દ્વારકાની એક યુવતીએ ઓખામાં રહેતા પતિ, સાસુ, નણંદ સામે ત્રાસ આપી માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના આજવા રોડ પર રહેતા અને હાલમાં દ્વારકામાં ટીવી સ્ટેશન રોડ પર ભાડાના મકનમાં વસવાટ કરતા અજય રાકેશભાઈ પુનીયા નામના સુપરવાઈઝર શુક્રવારે રાત્રે એકાદ વાગ્યે ટીવી સ્ટેશન રોડ પરથી જયવીરભાઈ સાથે બાઈક પર જતા હતા. આ વેળાએ રોડ પરનું પાણી ઉડતા થયેલી બોલાચાલી પછી રાણાભા માણેક, ભરતભા માણેક, હોથીભા અને વિપુલ દેવીપુજકે ગાળો ભાંડ્યા પછી મારામારી કરી હતી અને વચ્ચે પડેલા દેવેન્દ્ર તથા જયવીરને પણ ધોકાવ્યા હતા. દ્વારકાની નરસંગ ટેકરી નજીક માસૂમ ચોકમાં રહેતા રેશ્માબેન અનવરભાઈ અંગારીયાએ ઓખામાં વસવાટ કરતા પતિ મોહસીમ દાઉદ રૂકનાણી, સાસુ આયશાબેન, નણંદ રીયાના ફિરોઝ બેતારા સામે ત્રાસ આપી મારકૂટ કર્યાની ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial