Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતાએ બે પુત્ર ગૂમાવ્યા, પાંચ સંતાને છત્રછાયા ગૂમાવીઃ અરેરાટી
ખંભાળિયા તા. ૧: ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામના એક માછીમાર પરિવારના બે સગા ભાઈ રવિવારે માછીમારી માટે સઢવાળી હોડી લઈને દરિયામાં રવાના થયા પછી કાળુભાર ટાપુ પાસે કરચલા તથા માછલી પકડતા હતા. ત્યારે દરિયામાં કરંટના કારણે તેઓની હોડી ઉથલી પડી હતી. દરિયાના અફાટ પાણીમાં ડૂબી જવાથી બંને ભાઈના મૃત્યુ નિપજ્યા છે. આ બનાવે વાડીનાર પંથકમાં અરેરાટી પ્રસરાવી છે. બંને યુવાનના પાંચ સંતાને પિતાની છત્રછાયા ગૂમાવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં વરસાદની સિઝનના કારણે તંત્ર દ્વારા માછીમારી માટે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં આ યુવાનો દરિયામાં ગયા હતા.
આ કરૂણ બનાવની વધુ વિગત મુજબ ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામના રહેવાસી અને માછીમારી કરીને ગુજરાત ચલાવતા સીમરાજ અલારખાભાઈ ધાવડા (ઉ.વ.ર૪) તથા તેના મોટાભાઈ મામદહુસેન અલારખાભાઈ ધાવડા (ઉ.વ.ર૮) રવિવારે પોતાની સઢવાળી હોડી લઈને દરિયામાં માછીમારી માટે રવાના થયા હતા.
આ બંને ભાઈઓ હોડીમાં કાળુભાર ટાપુ પાસે પહોંચ્યા પછી ત્યાં કરચલા તથા માછલી પકડી રહ્યા હતા ત્યારે દરિયામાં કરંટના કારણે આ યુવાનોની હોડી હિલોળે ચડ્યા પછી દરિયામાં ઉથલી પી હતી અને સીમરાજ તથા મામદહુસેન દરિયાના અફાટ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ બાબતની તેમના પરિવારને જાણ થતાં પરિવારજનો તથા અન્ય માછીમારો અરબી સમુદ્રમાં કાળુભાર ટાપુ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સીમરાજ તથા મામદહુસેનની સઘન શોધ શરૂ કરી હતી. તે પછી ગઈરાત્રે સીમરાજનો મૃતદેહ દરિયાના પાણીમાંથી મળી આવ્યો હતો. તે પછી મામદહુસેનની કરાઈ રહેલી શોધમાં આજે સવારે આ યુવાનનો મૃતદેહ પણ દરિયામાંથી સાંપડ્યો છે. કારાભાઈ ભીખુભાઈ ધાવડાએ પોલીસને જાણ કરી છે. પોલીસે બીએનએસએસની કલમ ૧૯૪ હેઠળ અપમૃત્યુની નોંધ કરી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ દરિયામાં ઉથલી પડેલા આ બંને યુવાન પરિણીત હતા. તેમના પિતા અલારખાભાઈ દાઉદભાઈ ધાવડાને સંતાનમાં આ બે પુત્ર હતા. તેઓના અકાળે મૃત્યુ નિપજ્યા છે તેથી પિતા ભાંગી પડ્યા છે. આ બંને યુવાનોને પાંચ સંતાન છે. તેઓએ પિતાની છત્રછાયા ગૂમાવી છે. સ્થળ પર પહોંચેલા ખંભાળિયાના ઈન્ચાર્જ ડીવાયએસપી વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાડીનાર પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં વરસાદની સિઝનના કારણે તંત્ર દ્વારા માછીમારી માટે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં આ યુવાનો દરિયામાં ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial