Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર કન્યાશાળામાં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે નવનિર્મિત સુવિધાઓનું થયું લોકાર્પણ

ચાર નવા ઓરડા અને લાયબ્રેરી, સાયન્સ રૂમ, કોમ્પ્યુટર લેબની લીધી મુલાકાત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ પી.એમ. લાલપુર કન્યાશાળાના નવા ઓરડાનું તથા લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. રૂા.૬૭.૫૦ લાખના ખર્ચે નિર્માણ થયેલ શાળાના ઓરડાઓ તથા શાળા અપગ્રેડેશનમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. લાલપુર સરકારી તાલુકા લાઇબ્રેરીમાં ૩૦૦૦ જેટલા પુસ્તકો સહિત ઓટોમેશન લાઇબ્રેરીની પણ સગવડ છે.

રાજ્યના પ્રવાસન મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાએ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ પી.એમ. લાલપુર કન્યા શાળાના ચાર નવા ઓરડા તથા શાળા અપગ્રેડેશનનું તથા લાલપૂર તાલુકા સરકારી લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ જામનગર સંચાલિત પીએમશ્રી લાલપુર કન્યા શાળામાં રૂા.૬૭.૫૦ લાખના ખર્ચે ચાર નવા ઓરડાનું અને શાળા અપગ્રેડેશનનું કામ કરવામાં આવ્યું છે. આ શાળામાં સ્માર્ટ ક્લાસરૂૂમની સુવિધા પણ ઉપલબ્ધ છે. મંત્રી મૂળુભાઈ બેરાએ ક્લાસરૂમની મુલાકાત લઈ શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીઓને પ્રોજેક્ટરના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવે છે તેનું પણ નિરીક્ષણ કરી, શાળાના સાયન્સ રૂમની તથા કોમ્પ્યુટર લેબની મુલાકાત લઈ વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ કર્યો હતો.

આ ઉપરાંત શાળાના પટાંગણમાં રૂા. ૨૫ લાખના ખર્ચે ગ્રામ પંચાયતના મકાનમાં ચાર ઓરડા વાળી ગ્રંથાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું તેમણે લોકાર્પણ કર્યું હતું. લાઇબ્રેરીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાની વિવિધ ૩૦૦૦ બુક ઉપરાંત ઓટોમેશન લાઇબ્રેરીની પણ સુવિધા છે. લાઇબ્રેરી ખાતે મહિલાઓ અને પુરુષો માટે અલગ રૂમમાં વાંચન વ્યવસ્થા, બાળકો માટે વિવિધ બુકો, સામાયિકોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એકી સાથે ૧૫૦ લોકો બેસીને વાચન કરી શકે તેવી સુવિધા પણ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. સરકારી તાલુકા ગ્રંથાલય લાલપુર મંગળવાર થી શનિવાર દરમિયાન સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૧૦ તથા રવિવારના સવારે ૮:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. સોમવાર તથા જાહેર રજાના દિવસે ગ્રંથાલય સંપૂર્ણ બંધ રહેશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, એપીએમસીના ચેરમેન કાનાભાઈ આંબલીયા, અગ્રણીઓ સમીરભાઈ ભેંસદડિયા, પ્રવીણસિંહ જાડેજા, રમેશભાઈ, જેસાભાઈ નંદાણીયા, ખીમજીભાઇ ધોળકિયા, કૌશિકભાઇ, રમેશભાઈ ગાગીયા, જયપાલસિંહ જાડેજા, સરપંચ જયેશભાઈ તેરૈયા, પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, અધિકારીઓ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh