Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપ હૈ તો મુમકીન હૈ...!
જામનગર તા. ૧: જામનગર જિલ્લાના કાલાવડ વિસ્તારના ભાજપના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના પુત્રને ગરીબો માટેની આવાસ યોજનાનો સરકારી ફલેટ ફાળવી દેવાયો હોવાના મુદે ચોમેર ચકચાર જાગી છે.
સરકાર દ્વારા ગરીબ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તેવા શુભ હેતુસર આવાસ યોજના પૂરજોરશમાં અમલમાં છે. જેમાં ધ્રોલ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક ફલેટની ફાળવણી ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના પુત્ર મોહિત ચાવડાને કરી છે.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, મેઘજીભાઈ ચાવડા પચ્ચાસ વિઘા જમીન ધરાવે છે. મેઘજીભાઈ તથા તેના પુત્ર મોહિત ચાવડા પોતાની અલગ- અલગ કાર ધરાવે છે. તો પછી મોહીત ચાવડાને કયા ધોરણે આવાસ યોજનાનો ફલેટ ફાળવવામાં આવ્યો. ? આવાસ યોજનામાં મકાન મેળવવા માટે સરકારની ખાસ પ્રક્રિયા છે, અને તેમાં અરજદારે પોતાની મિલકતો, આવક, ઘરના રાચ-રચીલા સહિતની વિગતો દર્શાવવાની હોય છે.
મોહિત ચાવડાએ જો આવાસ યોજનામાં ફલેટ મેળવવા અરજી કરી હોય તો તેણે રજુ કરેલા આવક-મિલકતના આધાર પુરાવા સાવ બોગસ હોય શકે છે... અને સોગંદનામું પણ ખોટું રજુ કર્યુ હોય શકે છે ? તો શું ખોટા આધાર-પુરાવા અને ખોટા સોગંદનામા રજુ કરનાર સામે કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ શકે નહીં.. ?
સમગ્ર પ્રકરણમાં ધ્રોલ નગરપાલિકાના શાસકોની કાર્યવાહી અંગે શંકા જાગી છે. મોહિત ચાવડાની અરજી અને તેણે રજુ કરેલા આધાર પુરાવા, સોગંદનામાની ખરાઈ કર્યા વગર જ ન.પા.ના જવાબદાર કર્મચારીઓએ ફલેટ ફાળવી દીધો હોવાનું જાણવા મળે છે. આવી ગંભીર અને શંકાસ્પદ રીતે ભૂલ કરનારા અધિકારી અને કર્મચારી સામે પણ ખાતાકિય પગલાં લેવા જરૂરી બન્યા છે.
જો કે ધરાસભ્યએ એવો ખૂલાસો કર્યો છે કે તેમનો પુત્ર લગ્ન પછી અલગ રહે છે અને તેઓ ત્યારે ધારાસભ્ય ન હતા ત્યારે આ મકાનની ફાળવણી થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial