| | |

આત્મહત્યા વિરૃદ્ધ જન જાગૃતિ અભિયાન

જામનગર તા. ૧૫ઃ જામનગર સ્થિત વિશ્વાત્મા ચાઈલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સીલ દ્વારા પ્રતિવર્ષ શહેર જિલ્લામાં માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક તથા કોલેજના વિદ્યાર્થીઓમાં ભય, શોક, ચિંતાની ભાવના દૂર કરવા તથા હિંમત ભેર પરીક્ષા આપવા અને આત્મ હત્યા જેવા કાયર કૃત્ય ન કરવા આત્મ હત્યા વિરૃદ્ધ જન જાગૃતિ અભિયાન અંતર્ગત પોસ્ટર દ્વારા જાગૃતિનો પ્રયાસ કરવામાં આવે છે.

આ વર્ષે પણ શહેરના પોલીસ અધિક્ષક શરદ સિંઘલના હસ્તે પોસ્ટરનું વિમોચન કરી તમામ પોલીસ સ્ટેશનો, ચોકીઓ તેમજ જાહેર સ્થળો, પરીક્ષા કેન્દ્રો પર આ પોસ્ટર ચિપકાવી વાલી તથા વિદ્યાર્થી અને સમગ્ર સમાજને જાગૃત કરવા સંસ્થા કટીબદ્ધ બની છે.

આ કાર્યક્રમ અંતર્ગત પરીક્ષા અગાઉ વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને કાઉન્સીલીંગ પણ કરવામાં આવે છે. તથા ગમે તે સમયે વિદ્યાર્થીઓમાં હતાશા, નિરાશા આવે તો ખુલ્લા મને વાલી, શિક્ષક કે ભાઈ-બહેન સાથે તુરંત વાત કરવી, મુંઝાવવું નહી અને આવા ક્ષણિક હતાશાના આવેગમાં આત્મહત્યાના વિચારો ન કરવા અને આ પૈકી વિચારો આવે તો તાત્કાલીક અમારા હેલ્પલાઈન નંબર ૯૯૨૫૫૦૧૩૯૪ તથા પોલીસ હેલ્પલાઈન નં. ૧૦૯૧ ઉપર વિના સંકોચે સંપર્ક કરવો. તમારી સમસ્યાનું સમાધાન કરવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા જામનગર પોલીસે અધિક્ષક શરદ સિંઘલની સૂચના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.એસ.વી. સામાણીનો સહયોગ મળેલ છે.  સંસ્થાના ઉત્સાહી પ્રમુખ કુ. વૈશાલીબેન રાયઠઠ્ઠાના પરિશ્રમ અને પ્રયાસથી આત્મહત્યા વિરૃદ્ધ જન જાગૃતિ અભિયાન સફળ થયું છે. તેમ સંસ્થાના મંત્ર કુ. કિરણબેન ચંદારાણાએ જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit