Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશભરમાં જામનગરમાં પ્રથમ વખત ગોલ્ડ બેઈઝ ડાયમંડ કોઈનની યુનિક પ્રોડકટ ઉપલબ્ધઃ
જામનગર તા. ૨૩ઃ જામનગરની સયાજી હોટેલમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં, ભારતના પ્રીમિયમ સોલિટેર ડાયમંડ બ્રાન્ડ, ડિવાઈન સોલિટેયર્સે, શ્રી બાલકૃષ્ણ જવેલર્સ સાથે મળીને ડાયમંડ કોઈનનું અનાવરણ કર્યુ- એક અદ્ભુત નવીનતા જે પરંપરાગત કોઈન ભેટની વિચારધારાને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે રચાયેલ છે. આ લોન્ચિંગમાં ડિવાઈન સોલિટેયર્સના સ્થાપક અને એમડી જીગ્નેશ મહેતા અને શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સના માલિક વિમલ માંડલિયા ઉપસ્થિત રહ્યા હતા. અક્ષય તૃતીયાની ઉજવણીમાં એક નવા અધ્યાયની શરૃઆત કરવામાં આવી હતી.
૨૨ કેરેટમાં સોનામાં સેટ કરેલો અને સર્ટિફાઈડ ડિવાઈન સોલિટેર દર્શાવતો, આ ડાયમંડ કોઈન લાવણ્ય, લાગણી અને વારસાનું એક સુદર મિશ્રણ છે. ત્રણ પ્રકારોમાં ઉપલબ્ધ છે -૧૦ સેન્ટ સાથે ૧ ગ્રામ, ૧૪ સેન્ટ સાથે ૨ ગ્રામ અને ૧૮ સેન્ટ સાથે ૩ ગ્રામ- દરેક કોઈનમાં આઈકોનિક ૮ હાર્ટસ અને ૮ એરો ડાયમંડ કટ છે, જે વિશ્વના ૧ ટકા કરતા ઓછી હીરામાં જોવા મળે છે. દરેક કોઈનને ડિવાઈનના સખત ૧૨૩-પેરામીટર ગુણવત્તા ચકાસણીનું સમર્થન છે અને તે ગેરંટી સર્ટિફિકેટ સાથે આવે છે.
લોન્ચિંગ પ્રસંગે બોલતા, જીગ્નેશ મહેતાએ જણાવ્યું હતું કે, અક્ષય તૃતીયા વારસો, આશીર્વાદ અને નવી શરૃઆત વિશે છે. ડાયમંડ કોઈન દ્વારા, અમે કંઈક એવું આપવા માંગતા હતા જે ફકત શુભ જ નહીં, પણ ઉંડાણપૂર્વકનું વ્યકિતગત હોય- એક એવો કોઈન જેને તમે ફકત સંગ્રહીત જ નહીં કરો, પરંતુ જેની સાથે તમે જીવો. તે અર્થ સુંદરતા અને તમારી સાથે વિકાસ કરવાની સ્વતંત્રતા ધરાવે છે- જવેલરી તરીકે, એક સ્મૃતિ તરીકે, એક વારસા તરીકે.
શ્રી બાલકૃષ્ણ જવેલસર્ના માલિક વિમલ માંડલિયાએ ઉમેર્યુ હતું કે, આ ફકત એક કોઈન નથી તે પરંપરા અને આજના સમય વચ્ચેનો સંવાદ છે. જામનગરમાં આવી અર્થપૂર્ણ નવીનતા લાવવાનો અમને ગર્વ છે. અમારા ગ્રાહકો હંમેશા એવી ગિફટસની શોધમાં હોય છે જે ભાવનાત્મક સ્પર્શ કરાવતી હોય કંઈક અર્થપૂર્ણ છતાં યાદગાર. ડાયમંડ કોઈન બરાબર તે જ દર્શાવે છે. તે માત્ર ભાવનાઓમાં જ સમૃદ્ધ નથી પરંતુ ભાવનામાં મહત્વાકાંક્ષી પણ છે. તે આધુનિક સમયના મૂલ્યો અને શાશ્વત ભાવનાઓનું સંપૂર્ણ પ્રતિબિંબ છે. બાલકૃષ્ણ જવેલસર્માં અખાત્રીજ નિમિત્તે પાંચ ટકા ડિસ્કાઉન્ટ અખાત્રીજની જાહેરાત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial