Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હૂમલાખોરોએ લવારા કરતા એક મહિલાને કહ્યુ.. જા... મોદીને કહી દેજે !
પહલગામ તા. ૨૩ઃ પહલગામમાં આતંકવાદીઓએ પુરૃષોના પેન્ટ ઉતરાવીને, નામ-ધર્મ પૂછીને ગોળીઓ ચલાવી હતી. આતંકવાદીઓએ વીસથી ૨૫ મિનિટ સુધી એકથી બીજા સ્થળે જઈને ફાયરિંગ કર્યુ હતું. અમે સ્ત્રીઓને કંઈ કરતા નથી એમ છતાં તમે અમારી બદનામી કરી છે, અમારા ધર્મને તમે કલંક લગાવ્યું છે તેવા લવારા પણ તેઓએ કર્યા હતાં.
આતંકવાદીઓએ હુમલો કર્યો હતો ત્યારે પહલગામમાં મહારાષ્ટ્રના ૧૧ ટૂરિસ્ટ હોવાનું જાણવા મળ્યું હતું. એમાંથી દિલીપ ડિસલે, હેમંત જોશી, સંજય લેલે અને અતુલ મોને નામના ટૂરિસ્ટનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે માણિક પાટીલ, એસ ભાલચંદ્ર, આસાવરી જગદાળે, પ્રગતિ જગદાળે, સંતોષ જગદાળે, કૌસ્તુભ ગાબોટે અને સંગીતા ગાબોટેને ઈજા પહોંચી છે. હેમંત જોશી, સંજય લેલે અને અતુલ મોને ડોમ્બિવલીના નવા પાડા, પાંડુરંગવાડી અને નાંદિવલીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
ગોળીબારમાં બચી ગયેલી પુણેની ટૂરિસ્ટ આસાવરી જગદાળેએ કહૃાું હતું કે 'તેઓ ઘોડા પાસે હતાં ત્યારે બે લોકો આર્મીનો યુનિફોર્મ પહેરીને અમારી પાસે આવ્યા હતા. તેમાંના એકે મારા પિતાને અઝાન પઢવાનું કહૃાું હતું. અમે હિન્દુ છીએ એટલે પિતા અઝાન નહોતા પઢી શકયા. અમે મુસ્લિમ ન હોવાનું જાણ્યા બાદ અમારા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અમને બધાને ગોળીઓ વાગી હતી, પરંતુ જીવ બચી ગયા છે. ગોળીબાર કરનારા આતંકવાદીએ કહૃાું હતું કે અમે સ્ત્રીઓને કંઈ કરતા નથી એમ છતાં તમે અમારી બદનામી કરી છે, અમારા ધર્મને તમે કલંક લગાવ્યું છે, મોદીને તમે માથા પર ચડાવ્યા છે.'
મહારાષ્ટ્રના પુણેના કર્વેનગરમાં રહેતા એક પરિવારના પાંચ લોકો પહલગામના મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે ઓળખાતા સ્થળે કાશ્મીરી કપડામાં ફોટો પડાવતા હતા ત્યારે આર્મીના યુનિફોર્મમાં કેટલાક આતંકવાદી આવી પહોંચ્યા હતા. તેમણે બધાનાં નામ પૂછયાં હતાં. ટૂરિસ્ટ મુસ્લિમ ન હોવાનું જાણ્યા બાદ તેમણે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.
આતંકવાદી હુમલામાં કર્ણાટકના રહેવાસી મંજુનાથનું મૃત્યુ થયું છે. તેની પત્ની પલ્લવીએ કહૃાું હતું કે 'હું, પતિ અને પુત્ર કાશ્મીર ફરવા આવ્યાં હતાં. બપોરે ૧.૩૦ વાગ્યે અમે પહલગામમાં હતાં ત્યારે ત્રણથી ચાર લોકોએ અમારા પર હુમલો કર્યો હતો. તેમણે મારી નજર સામે પતિને ગોળી મારી હતી, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. પતિને મારી નાખ્યા છે એટલે મને અને પુત્રને પણ ગોળી મારવાનું કહૃાું હતું ત્યારે એક આતંકવાદી બોલ્યો હતો, 'હું તને નહીં મારું, જા મોદીને જઈને કહી દે.'
ઘણા બધા ટૂરિસ્ટ ઘોડા પર બેસીને જઈ રહૃાા હતા ત્યારે અચાનક તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબારમાં બચી ગયેલા ટૂરિસ્ટોના જણાવ્યા મુજબ આતંકવાદીઓએ વીસથી ૨૫ મિનિટ સુધી એકથી બીજા સ્થળે જઈને ફાયરિંગ કર્યું હતું. ટૂરિસ્ટો જ્યાં હતા એ જગ્યા સાંકડી હોવાથી દૂર સુધી દોડવાનું મુશ્કેલ હતું. એટલે ગોળીથી બચવા માટે અનેક ટૂરિસ્ટો નદીમાં કૂદયા હતા.
આતંકવાદીઓએ હિન્દુઓને ટાર્ગેટ કર્યા હોવાનું જણાઈ આવ્યું છે. હુમલામાં બચી ગયેલા ટૂરિસ્ટોના કહેવા મુજબ આતંકવાદીઓએ પહેલાં ટૂરિસ્ટોનાં નામ અને ધર્મ પૂછયાં હતાં. તેમને કલમા પઢવાનું કહૃાું હતું તો કેટલાક ટૂરિસ્ટનાં પેન્ટ ઉતારીને તેઓ મુસ્લિમ છે કે નહીં એ જાણ્યું હતું. બાદમાં તેમણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
આતંકવાદીઓએ પહલગામમાં ગોળીબાર કર્યો હતો ત્યાર પછી એક મહિલાનો વિડિયો સામે આવ્યો હતો, જેમાં મહિલા રડતાં-રડતાં કહે છે કે 'અમે ભેળપૂરી ખાઈ રહૃાાં હતાં ત્યારે અમારી પાસે આવેલા આતંકવાદીઓએ અમને તમે મુસ્લિમ છો એવું પૂછયા પછી મારા પતિના માથામાં ગોળી મારી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial