Advertisement

મોબાઈલ ટુ સ્પોર્ટ્સઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની ગાયન સ્પર્ધાનું આયોજન

ખંભાળીયા તા. ૨૧ઃ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઈલ ટૂ સ્પોટર્સના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯) ની મહામારીના વિષય સંજોગોમાં ફેસબૂક, વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેઈમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કિંમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૃરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારે વર્ષ -૨૦૨૦-૨૧ દરમ્યાન મોબાઈલ ટુ સ્પોટર્સ ની નવી યોજના મંજુર કરી છે. આ યોજનાને મોબાઈલ ટુ સ્પોર્ટ્સ ફેસબુક પેજ, યુ ટયુબ ચેનલ, રેડિયો, ક્વિઝ ટેલિવિઝન તેમજ સોશ્યલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો, વીડિયો કલીપ રજુ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

આ હેતુને સુચારુ રૃપે પાર પાડવા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુકત રીતે ગાયન (સુગમસંગીત, લગ્નગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), લોકગીત, ભજન) સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં જુદા જુદા વયજૂથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે. જેમાં ૬ વર્ષથી ૧૪ વર્ષ સુધીના, ૧૫ વર્ષથી ૨૦ વર્ષ સુધીના, ૨૧ વર્ષથી ૫૯ વર્ષ સુધીના તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજૂથમાં ભાગ લઈ શકશે. ઉકત સ્પર્ધાની વીડિયો કલીપ તૈયાર કરી તા. ૧૯-૮-૨૦૨૧ બપોરે ૧૨ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા દેવભૂમિ દ્વારકામાં મોકલવાની રહેશે.

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૃા. ૧૦૦૦, દ્વિતીય વિજેતાને રૃા. ૭૫૦ તેમજ તૃતીય વિજેતાને રૃા. ૫૦૦ ઈનામ આપવામાં આવશે. રાજ્યકક્ષાની ગાયન સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૃા. ૨૫,૦૦૦, દ્વિતીય વિજેતાને રૃા. ૧૫,૦૦૦ તથા તૃતીય વિજેતાને રૃા. ૧૦,૦૦૦ એમ ત્રણ ઈનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૃા. ૫,૦૦૦ મુજબ આશ્વાસન ઈનામો આપવામાં આવશે. 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit