Advertisement

દેશના આઠ રાજ્યોમાં ૭૦ ટકાથી વધુ લોકોમાં એન્ટીબોડી વિકસિત થઈ છેઃ ગુજરાત ૭૫.૩ ટકા સાથે ચોથા નંબરે

૭૦ જિલ્લામાં આઈસીએમઆર દ્વારા કરાયેલા સીરો સર્વેનો રિપોર્ટ

અમદાવાદ તા. ૨૯ઃ આઈસીએમઆર દ્વારા દેશના ૭૦ જિલ્લાઓમાં કરાયેલા સીરો સર્વેના રિપોર્ટ મુજબ આઠ રાજ્યોમાં ૭૦ ટકાથી વધુ લોકોમાં એન્ટીબોડી વિકસિત થઈ છે, જેમાં ગુજરાત ૭૫.૩ ટકા સાથે ચોથા નંબરે છે.

ઈન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (આઈસીએમઆર) તરફથી ૧૪ જુનથી ૧૬ જુલાઈની વચ્ચે કરાવવામાં આવેલા સીરો સર્વેનો રિપોર્ટ ગઈકાલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવ્યો છે. દેશના ૭૦ જિલ્લામાં આઈસીએમઆરનો ચોથો સીરો સર્વે છે.

કોઈ વસ્તીના બ્લડ સીરમમાં એન્ટીબોડીના લેવલને સીરોપ્રિવલેંસ અથવા સીરોપોઝિટિવ કહેવામાં આવે છે. દેશના ૨૧ રાજ્યોમાં કરવામાં આવેલા સીરો સર્વેમાં સામે આવ્યું છે કે અહીંની બે તૃતિયાંશ વસ્તીમાં કોરોના વાયરસ એન્ટીબોડી ડેવલપ થઈ છે.

એન્ટીબોડી ડેવલપ થવાના મામલે ૭૯ ટકાની સાથે મધ્ય પ્રદેશ સૌથી આગળ છે, જયારે ફકત ૪૪.૪ ટકા એન્ટીબોડી સાથે કેરળ સૌથી પાછળ છે. ચિંતાની વાત એ છે કે અત્યારે દેશમાં સૌથી વધારે સંક્રમણના કેસ કેરળથી જ સામે આવી રહ્યા છે. આ પરિણામોને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને સલાહ આપી છે કે તેઓ આઈસીએમઆરના દિશા-નિર્દેશોમાં પોતાની ખુદની સીરો પ્રિવલેંસ સ્ટડી કરાવે. એ સીરો સર્વેના પરિણામોને કોરોનાના સારા નિયંત્રણ માટે ઉપયોગી કરી શકાશે. આઈસીએમઆરનો સીરો સર્વેે રાષ્ટ્રીય સ્તરે કોવિડ ઈન્ફેકશનના ફેલાવાને સમજવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો હતો.

આ સીરો સર્વેમાં ગુજરાત ૭૫.૩ ટકા એન્ટીબોડી સાથે ચોથા નંબર પર છે. રાજસ્થાન (૭૬.૨ ટકા) બીજા નંબરે અને બિહાર (૭૫.૯ ટકા) સાથે ત્રીજી નંબર પર છે. ઉલ્લેખનીય છે કે કોઈ વસ્તીના બ્લડ સીરમમાં એન્ટીબોડીની હાજરીને શોધવાના ટેસ્ટને સીરો સ્ટડી અથવા સીરો સર્વે કહેવામાં આવે છે.

જો આ ટેસ્ટમાં કોઈ વ્યક્તિમાં એન્ટીબોડીનું સ્તર ઘણું વધારે મળે છે તો તેનાથી સમજવામાં આવે છે કે એ વ્યક્તિને ઈન્ફેકશન પહેલા થઈ ચૂક્યું છે.

આનાથી કોરોનાની હાજરી અને તેના સંક્રમણના ટ્રેન્ડને મોનિટર કરવામાં મદદ મળે છે. સામાન્ય રીતે સીરો ટેસ્ટ એવી વસ્તી પર કરવામાં આવે છે, જેના પરિણામો આખા દેશની વસ્તી પર ઉપયોગ કરી શકાય. વસ્તીની પસંદગી અનેક સેમ્પલિંગ તકનીકથી કરવામાં આવે છે. સીરો સર્વે મોટા પ્રમાણમાં વસ્તી પર કરવાની જરૃર નથી હોતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit