Advertisement

બેટ દ્વારકાની બે યુવતીને સાસરીયાએ ત્રાસ આપી કવરાવી દીધાની ફરિયાદ

નગર તથા જૂનાગઢના સાસરીયાઓ સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૨૭ઃ જામનગરમાં લુહારસાળ વિસ્તારમાં રહેતા એક પરિણીતાને પતિએ ત્રાસ આપી કવરાવી દીધાની તેમજ બેટની યુવતીને કેશોદમાં સાસરીયાઓએ મારકૂટ કરી ગાળો ભાંડયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના સેન્ટ્રલ બેન્ક સામેના વિસ્તારમાં આવેલા લુહારસાળ નજીકના ગોર ડેલામાં વસવાટ કરતાં ડોલર નટવરભાઈ દવે સાથે બેટ દ્વારકાના રેખાબેન બળદેવભાઈ જોષી (ઉ.વ.૩૦)ના લગ્ન થયા પછી થોડા દિવસ સુધી સારી રીતે રાખ્યા પછી પતિએ મેણાટોણા મારવાનું શરૃ કર્યું હતું. તેનાથી કંટાળી જઈ પીયર પરત ફરેલા રેખાબેને ગઈકાલે દ્વારકાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બેટ દ્વારકાના ભાભા પાળામાં રહેતા રાજલબેન રાજેન્દ્રભાઈ રામાવત (ઉ.વ.૨૫)ના લગ્ન જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પ્રજાપતિ સોસાયટીમાં રહેતા જયદીપ જયસુખભાઈ નિમાવત સાથે થયા પછી આ પરિણીતાને પતિ તેમજ સસરા જયસુખ નારણદાસ નિમાવત, સાસુ નિર્મળાબેન તેમજ દિવ્યેશ જયસુખભાઈએ ત્રાસ આપી મારકૂટ શરૃ કરતાં પીયર પરત ફરેલા આ મહિલાએ ચારે સાસરીયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit