Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ તથા બાઈક કબજે કરી લેવાયાઃ
જામનગર તા. ૩: જામનગરના કનસુમરા ગામમાં ડેરની પાળી પાસે બાવળની ઝાળીઓમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા એક શખ્સને પોલીસે પકડી લીધો છે અને ચાર નાસી જવામાં સફળ થયા છે. રોકડ તથા બાઈક મળી રૂ।.૪૧૩૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. જામનગર નજીકના કનસુમરા ગામ પાસે આવેલા ડેમ નજીક ગઈકાલે સાંજે કેટલાક શખ્સો એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી મળતા પંચકોશી બી ડિવિઝનના પોલીસ કાફલાએ દરોડો પાડ્યો હતો.
ત્યાં બાવળની ઝાળીઓમાં ગંજીપાનાથી જુગાર રમતો આસીફ કાસમ ખીરા નામનો શખ્સ પોલીસના સકંજામાં આવી ગયો હતો. પોલીસને જોઈને ઈમરાન ખીરા, સમીર ખીરા, લક્ષ્મણ બાંભવા, ફૈઝલ ખીરા નામના ચાર શખ્સ નાસી ગયા હતા. પોલીસે ત્યાંથી રૂ।.૧૧૩૦૦ રોકડા, રૂ।.૩૦ હજારનું મોટરસાયકલ કબજે કર્યું છે. આસીફ ખીરાની ધરપકડ કરાઈ છે અને બાકીના ચાર શખ્સની શોધ આરંભાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial