જી.જી. હોસ્પિટલમાં અલાયદી ફ્લૂ ઓપીડીનો આરંભ

સામાન્ય તાવ-શરદી-ઉધરસવાળા દર્દીઓ માટે

હાલ કોવિડ સંક્રમણના અતિ વ્યાપના કારણે સરકારી દાવાખાનાઓમાં દર્દીઓનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ કોવિડ સહિતના રોગોના દર્દીઓની ઓ.પી.ડી. સંખ્યામાં પણ ખૂબ વધારો થઈ રહ્યો છે ત્યારે જી.જી. હોસ્પિટલ દ્વારા દર્દીઓને સરળતાથી સારવાર ઉપલબ્ધ થાય તેમજ કોરોના સંક્રમણ પણ ફેલાતું અટકે તે હેતુથી જી.જી. હોસ્પિટલમાં જ નવી ફ્લૂ ઓ.પી.ડી. શરૃ કરી એક નવતર પહેલ આરંભાઈ છે. આ અંગેની વધુ વિગતો આપતા ડીન શ્રી નંદિની દેસાઈએ જણાવ્યું છે કે, જી.જી. હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં હાલ કોવિડ સંક્રમણના થયેલ વધારાને કારણે દૈનિક અંદાજે ૭૦૦ દર્દીઓની ઓ.પી.ડી. રહે છે જેમાં પ૦ ટકા ઉપર ક્રિટિકલ દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે. આથી અત્યારે હોસ્પિટલમાં એવા દર્દીઓ કે જેઓને માત્ર તાવ-શરદી કે ઉધરસની સામાન્ય તકલીફ છે તેઓને સારવાર અંગે કોઈ હાલાકી ન પડે તે હેતુથી તેઓ માટે એસ.બ.આઈ. એ.ટી.એમ.ની સામે જુની કોલેજ કેન્ટીનમાં અલાયદી ઓ.પી.ડી.ની સુવિધા શરૃ કરવામાં આવી છે. આ ઓ.પી.ડી.નો સમય સવારે ૮ થી સાંજના ૭ વાગ્યા સુધીનો રહેશે જેનો જાહેર જનતાને લાભ લેવા ડીનશ્રી દ્વારા અનુરોધ કરાયો છે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit