નગરમાં પવનની ગતિમાં થયેલા વધારાથી ઠંડીની અનુભૂતિઃ મહત્તમ ૩૦.ર ડીગ્રી

જામનગર તા. ૯ઃ જામનગરમાં પવનની ગતિમાં વધારો થતા સવારે અને સાંજે જનતા સામાન્ય કરતા વધારે ઠંડીની અનુભૂતિ કરી હતી. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૦.ર ડીગ્રી નોંધાયું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ધીમે-ધીમે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. નગરમાં છેલ્લા બે દિવસથી પવનની ગતિમાં વધારો થયો છે. નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની નોંધાઈ હતી. પવનની ગતિમાં થયેલા વધારાના પગલે આજે સવારે સામાન્ય કરતા વધારે ઠંડીની અનુભૂતિ નગરજનોએ કરી હતી.

વાયરાઓની ગતિ વધતા છેલ્લા બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૧.૩ ડીગ્રીના ઘટાડા સાથે ૩૦.ર ડીગ્રી તથા લઘુત્તમ તાપમાન રર.૬ ડીગ્રી નોંધાયું હતું.

વાતાવરણમાં રહેલા ભેજનું પ્રમાણ ૮ ટકાના વધારા સાથે ૮૮ ટકા રહ્યું હતું જેના કારણે બફારામાં આંશિક વધારો થયો હતો.

close
Nobat Subscription