Advertisement
Author: નોબત સમાચાર

બેહ ગામના યુવાનની હત્યાના બે આરોપી ઝડપાયા

મૃતકને તેના જ પિતરાઈઓએ પતાવી દીધા હતાઃ

ખંભાળિયા તા.૧૪ ઃ ખંભાળિયાના બેહ ગામના એક ગઢવી યુવાન પર તેના જ પિતરાઈઓએ એકાદ વર્ષ પહેલા ચોરીનો આરોપ મૂક્યા પછી રવિવારે સાંજે આ યુવાનની લાકડી-પાઈપ ફટકારી હત્યા કરી નાખી હતી. નાસી ગયેલા બંને આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. લાકડી, પાઈપ કબજે કરાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના બેહ ગામમાં નારણભાઈ પબુભાઈ નામના ત્રેવીસ વર્ષના ગઢવી યુવાનની હત્યા કરી તેના કુટુંબી ભાઈઓ થારીયા ભાયા ગઢવી તથા રણમલ ભાયા ગઢવી  ફરાર થઈ ગયા હતા.

બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પીઆઈ ડી.એમ. ઝાલા તથા પીએસઆઈ નિકુંજ જોષીના વડપણ હેઠળ હેમતભાઈ નંદાણીયા, ખીમભાઈ કરમુર, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ વગેરે સ્ટાફે આરોપીઓની શોધ શરૃ કરી હતી. જેમાં મળેલી બાતમીના આધારે બેહ ગામની સીમમાંથી બંને આરોપીની અટકાયત કરી લેવાઈ છે.

બંને પાસેથી બનાવમાં વપરાયેલી લાકડી તથા પાઈપ કબજે કરી આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી બંનેને જેલહવાલે કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. ગયા વર્ષે થારીયા ગઢવીના ઘરમાં ચોરી કરવા અંગે પિત્તરાઈ ભાઈ નારણભાઈ પબુભાઈ સામે આક્ષેપ મૂકાયા પછી બંને વચ્ચે મનદુખ ઉભુ થયું હતું અને તેના કારણે રવિવારે સાંજે આ યુવાનને પતાવી દેવાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh