Advertisement

નહેરૃ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકોની તાલીમ

જામનગર તા. ર૧ઃ ભારત સરકારના યુવા કાર્ય અને ખેલમંત્રાલય અંતર્ગત નેહરૃ યુવા કેન્દ્રના જિલ્લા (જામનગર, કચ્છ, વડોદરા, ભાવનગર, અમરેલી અને પોરબંદર)ના નવનિયુક્ત રાષ્ટ્રીય સ્વયંસેવકની તાલીમ તા. ૧ર-૭-ર૦ર૧ થી ૧૭-૭-ર૦ર૧ સુધી ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઈ હતી.  જેમાં નેહરૃ યુવા કેન્દ્રના રાજ્યકક્ષા તથા જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા સ્વયંસેવકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  જેના આધારે નવ યુવા સ્વયંસેવક તેઓના બ્લોકમાં કે વિસ્તારમાં નેહરૃ યુવા કેન્દ્ર તથા ભારત સરકારની યોજનાઓ, ઉપયોગી માહિતીઓ, જરૃરી કાર્યક્રમોનું સુચારૃં આયોજન કરી શકે. સર્વે નવ યુવા સ્વયંસેવકોને સપ્તાહના લક્ષ્ય આપવામાં આવેલ છે. જેની સમીક્ષા બેઠક તા. ર૪-૭-ર૦ર૧ ના રાખવામાં આવી છે, સંપૂર્ણ સફળ તાલીમનું આયોજન રાજય નિયામક શ્રીમતી મનીષાબેન શાહના માર્ગદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું. સંચાલન જામનગર નહેરૃ યુવા કેન્દ્રના યુવા અધિકારી શિખર રસ્તોગી દ્વારા કરવામાં આવ્યું હતું.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit