Advertisement

દ્વારકાના જગતમંદિર પરિસરમાં રેલવે રીઝર્વેશન કાઉન્ટર પુનઃ શરૃ કરવા ઉઠી માંગ

દ્વારકા તા. ૨૯ઃ દ્વારકાધીશ મંદિર પરિસરમાં દોઢ વર્ષથી બંધ રેલવે રીઝર્વેશન કાઉન્ટર પુનઃ શરૃ કરવા દ્વારકા શહેર યુવા ભાજપ પ્રમુખે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી પડી છે.

દ્વારકા યાત્રાધામમાં દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં આવેલ રેલવે રીઝર્વેશન કાઉન્ટર પુનઃ શરૃ કરવા દ્વારકા શહેર યુવા ભાજપ પ્રમુખ રાકેશ વાડીયા દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે. કોરોનાકાળથી આશરે ગત વર્ષે માર્ચ માસથી દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં આવેલ રેલવે રીઝર્વેશન કાઉન્ટર બંધ હાલતમાં હોય જેને પુનઃ શરૃ કરવા દ્વારા શહેર યુવા ભાજપ પ્રમુખ રાકેશ વાડીયા (જોષી) દ્વારા વેસ્ટર્ન રેલવેના રાજકોટ મંડલના ડીઆરએમને પત્ર લખી ટ્વીટરના માધ્યમથી રજુઆત કરવામાં આવી છે.

આ સાથે પ્રધાનમંત્રી કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય, સ્થાનિક સાંસદ, જિલ્લા કલેકટર તથા પ્રાંત અધિકારી દ્વારકાને ટ્વીટ કરી રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યાનુસાર દ્વારકા યાત્રાધામમાં રેલવે સ્ટેશન શહેરથી આશરે બે કિમી દુર આવેલ છે. દર વર્ષે લાખો યાત્રાળુઓ રેલમાર્ગે દ્વારકા આવતા હય તેઓને ટિકિટ બુકીંગ કરવા શહેરથી દૂર બે કી.મી. રેલવે સ્ટેશન સુધી ન જવું પડે તે હેતુ જગતમંદિર પરિસરમાં રેલવે વિભાગે સૌજન્યથી બુકીંગ કાઉન્ટર ખોલેલ હતું.

જો કે, કોરોનાકાળમાં મંદિર બંધ થયા તે સમયથી હાલ દોઢ વર્ષના સમયગાળામાં હજુ સુધી યાત્રાળુઓ તેમજ સ્થાનિકોને સુવિધાયુકત જગતમંદિર પરિસરનું ટિકિટ બુકીંગ કાઉન્ટર ખુલવા ન પામતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, વ્યાપક જનહિત - જનસુખાકારી માટે આ રેલવે બુકીંગ કાઉન્ટર પુનઃ શરૃ કરવા રજુઆત કરાઈ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit