રેવન્યુ એન્ટ્રીથી માલિકી હક્ક પ્રસ્થાપિત ન થાય

જામનગર તા. ૧૧ઃ જામનગરના એક આસામીએ વર્ષો પહેલા રેવન્યુ રેકર્ડમાં પડેલી નોંધને હાઈકોર્ટમાં પડકારતા અદાલતે તે કેસમાં રૃકજાવનો આદેશ કર્યો છે.

જામનગરના અલીમામદ સીદીએ શહેર (૩) ના રે.સ.નં. ૯૪ર પૈકી ૧ હે. આરે, ૬, ૩૧, ૩ર વાળી ખેતીની જમીન અંગે રેવન્યુ રેકર્ડમાં પડેલી નોંધ નં. ર૬૩ ને અદાલતમાં પડકારી હતી. તેમાં જણાવ્યા મુજબ ગુજરનાર તમાચી દાદુના નિધન પછી મુસ્લિમ કાયદા મુજબ બધા જ વારસોનો હક્ક આપોઆપ પ્રસ્થાપિત થાય છે, પરંતુ પ્રસ્તુત કેસમાં તદ્ન ગેરકાયદેસર રીતે પિતાનું કર્જ માફ કરેલ હોય, તેથી એક જ ભાઈ-સહ હિસ્સેદારના નામે નોંધ પાડવામાં આવી હતી.

આ કેસમાં પિતાનું કર્જ ચૂકવ્યું હોય તેવા કોઈ પુરાવા રજૂ થયા ન હોવા છતાં નુરમામદ તમાચીએ સાંઠગાંઠ કરી પોતાના એકલાના નામે આ જમીન ચડાવી લીધી હતી. અદાલતે આ દાવો નામંજુર કરતા અલીમામદએ હાઈકોર્માં ઘા નાખતા વડી અદાલતે કાયદાની જોગવાઈનો ભંગ થયો હોવાનું માની તુરત મનાઈહુકમ ફરમાવ્યો છે. આથી ગેરકાયદે રેવન્યુ એન્ટ્રીથી પોતાના હક્કથી વંચિત રહેનારને ન્યાય મળવાની આશા જાગી છે. અલીમામદ તરફથી વકીલ રાજેશ સવજાની, હિતેન ભટ્ટ, ગિરીશ ગોજિયા રોકાયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit