Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તીર્થકર એટલે ત્રણેય લોકના તમામ જીવોને તારનાર મંદમંદ વાયુ વાતો હોય, બધા જ ગૃહો ઉચ્ચસ્થિતિમાં હોય, દશેય દિશાનો પ્રફુલ્લિત હોય, આખુ જગત આનંદમગ્ન હોય એવા સમયે જગતને આહ્લાદ આપનાર તીર્થકર પરમાત્માનો જન્મ થાય છે. જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં ક્ષત્રિયકુંડગ્રામનું નગર તેમાં ઈક્ષ્વાકુવંશ વેશમાં ક્ષત્રિય રાજા સિધ્ધાર્થને ત્યાં માતા ત્રિશલા દેવીની કુખે ચૈત્રસુદ-૧૩ પ્રભુનો જન્મ થયો. પુત્રના જન્મથી રામના નગરની સમૃદ્ધિ વધતી ગઈ તેથી પુત્રનું નામ વર્ધમાન પાડ્યું.
બાલ્યાવસ્થાથી જ વર્ધમાનમાં વૈરાગ્યવૃત્તિ પ્રબળ હતી, પરંતુ માતૃપિતૃ ભક્તિના કારણે તેમને યશોદા નામની રાજપુત્રી સાથે વિવાહ કર્યા તેમને પ્રિયદર્શના નામની પુત્રી પણ હતી. ત્રીસમાં વરસે માતા-પિતા વિદેહ થતા વર્ધમાને મોટાભાઈની આજ્ઞા લઈ ચારિત્ર્ય સંયમ અંગીકાર કરી ઘોર તપસ્યા કરી તત્કાલીન સમયમાં જ્ઞાનપર મુઠ્ઠીભર લોકોનો કબજો હતો. તપ પણ અમુક લોકોના તાબામાં હતું. ગરીબ વર્ણને જ્ઞાનની શી જરૂર...? સ્ત્રીની સ્થિતિ તો ભારે કફોડી હતી કે ગુલામની પણ ગુલામ હતી. આવા વિષમ કાળમાં પ્રભુએ ક્રાંતિ કરી તેમણે કહ્યું કે, જ્ઞાન ફક્ત જ્ઞાતિ માટે નથી. સામાન્ય માનવ માટે પણ છે. સામાન્ય જન સમજે તે માટે અર્ધમાગધી ભાષામાં પ્રુભુએ બોધ આપ્યો. સ્ત્રીની સ્વતંત્રતા માટે વ્રતમાં બ્રહ્મચર્યને સ્થાન આપ્યું. સ્ત્રી દીક્ષા લઈ શકે આ મુજબ પ્રભુએ નારીને આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરે બિરાજમાન કરેલ પ્રભુએ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી વ્યક્તિ જન્મથી નહીં પણ કર્મથી જ મહાન છે. કર્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર થવાય છે.
જગતના તમામ ધર્મોમાં અહિંસાની વાત છે, પરંતુ ભગવાન મહાવીરે અહીંસા પરમોધર્મ કહી અહીંસાને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. જીવ માત્ર જીવવા ઈચ્છે છે. કોઈને દુઃખ પસંદ નથી. કોઈપણ જીવને દુઃખ આપવાનો વિચાર કરવો તે પણ સુક્ષ્મ હિંસા છે. સંકટોનો સામનો નહીં પણ સ્વીકાર કરજો. સુગંધી શરીરના કારણે ભમરાઓ અને યુવાનોના પ્રતિકુળ ઉપસર્ગો તથા સ્ત્રીઓના અનુકૂળ ઉપસર્ગો થયા. સંગમ દેવતાએ એક જ રાતમાં ર૦ ઉપસર્ગો કર્યા. પ્રભુએ હસતા મુખે સ્વીકાર કર્યો. લેતીદેતી ચૂકતે કરો. નિકાસિત કર્મોનો ક્ષય માનવમૂળમાં જ શક્ય છે. ૧રપ વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી ૧ર.પ વર્ષમાં ફક્ત ૩૬પ દિવસ એક ટંક જે મળે તે ભોજન કરેલ. બાકીના તમામ દિવસો પાણી વગરના ચૌવિહારા ઉપવાસ કરેલ.
આચારમાં અહીંસા, વિચારમાં યનેેકાંતવાદ, વાણીમાં સ્વાદ સ્થાપ્યો. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. તપ, અહીંસા, સંયમ તેના લક્ષણો છે. મનની શક્તિ માટે પચ્ચકખાણ, ધ્યાનની ઉચ્ચભૂમિકા માટે આંતરદોષની ઓળખ માટે પ્રતિક્રમણ, વીરતાની ભાવના માટે ક્ષમા જેવા ઉમદા ગુણોની જગતને ભેટ આપી છે.
જૈન ધર્મમાં આહારની જાગૃતિ વિશેષ જોવા મળે છે. ઉપવાસ, મિતાહાર, ઉણોદરી તપનો મહિમા છે. ૭ર વર્ષની વયે મોક્ષ પામ્યા, પ્રભુએ દીક્ષા દ્વારા વ્યક્તિગત ચારિત્ર્ય વિકાસ, તપસ્યા કરી. ઈન્દ્રિય નિગ્રહ આ રીતે ઈશ્વરત્વ, જિનેશ્વરત્વ, દેવત્વની પ્રાપ્તિ જૈન દર્શનના પાયામાં છે. અહીંસા, સત્ય, બ્રહ્મચર્ય, તપ અપરિગ્રહ છે. પાંચ મહાવૃતની સમજ આપેલ છે.
આજના પરમ પવિત્ર દિવસે પ્રભુએ નતમસ્તકે વંદન કરી અ કે તેમના ચાલેલા માર્ગ પર ચલાવાની શક્તિ આપે છે, પ્રાર્થના અહીંસા એ જ અમૃત છે અને અપરિગ્રહ એ જ અમીરી છે. આવા કઠોર તપ અને મૌનની સાધના કરનાર વિશ્વવિભૂતિ ભગવાન મહાવીરના સમાધિ અને સમતાના સંદેશાને હૈયે ધર્યા વિના ચાલે તેમ નથી.
દિ૫કકુમાર વાડીલાલ વસા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial