Advertisement

જામનગરમાં કચરા ગાડીમાં માટી-કેરણ કપચી ભરાતા રૃા. ૧૩.૩૪ લાખની પેનલ્ટી

કંટ્રોલીંગ અધિકારી દ્વારા ચેકીંગ હાથ ધરાયુંઃ

જામનગર તા. ૨૯ઃ જામનગર મહાનગર પાલિકાના કચરો ભરવાના વાહનોનું આકસ્મિક ચેકીંગ કરવામાં આવતા તેમાં કચરાના બદલે માટી-કેરણ ભરવામાં આવ્યા હોવાનું જણાતા ત્રણ વાહનો માટે રૃા. ૧૩ લાખ ૩૪ હજારની પેનલ્ટી વસુલવામાં આવી હતી.

મુકેશ વરણવા દ્વારા ઠેબા નજીકના ડમ્પીંગ પોઈન્ટ સ્થળે આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ત્રણ વાહનોમાં કેરણ, માટી, કપચી વગેરે ભરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી ઓમ અને પાવર લાઈન કોન્ટ્રકટ પેઢીના આ ત્રણેય વાહનો અન્વયે રૃા. ૧૩ લાખ ૩૪ હજારની પેનલ્ટી લગાવાઈ હતી. શહેરમાંથી કચરો ઉપાડવા માટે ખાનગી પેઢીને કરોડો રૃપિયાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આમ છતાં કચરાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં થવા પામી રહી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit