Advertisement

ગુજરાતમાં વર્ષ-૧૯૪૭ના કાયદાનું સ્થાન લેશે નવો ભાડૂઆત કાનૂન

કેન્દ્રના નવા કાયદાના આધારે

નવી દિલ્હી તા. ૨૦ઃ કેન્દ્રના ભાડૂઆત કાયદા ૨૦૨૧ને આધાર બનાવીને ગુજરાત સરકાર પણ નવો ભાડૂઆત કાયદો લાગુ કરશે.

ભારત સરકારના મોડેલ ટેનન્સી એક્ટ ૨૦૨૧ના આધારે ગુજરાત સરકાર પણ રાજ્યમાં જૂના બોમ્બે (હાલના ગુજરાત) ભાડા, હોટલ અને લોજિંગ હાઉસ રેન્ટ્સ કંટ્રોલ એક્ટ, ૧૯૪૭ ના બદલે નવો ભાડુઆત કાયદો લાગુ કરવાની યોજના ધરાવે છે.

જોકે નવા કાયદાના માળખામાં મિલકતના માલિક અને ભાડૂઆત બંને માટે નિષ્પક્ષતાની ખાતરી કરવામાં આવશે, જોકે નવો કાયદો મિલકત માલિકોને ભાડૂતો દ્વારા ખોટી કનડગતથી બચાવશે તેવી અપેક્ષા છે. નવા કાયદાથી રાજ્યમાં ભાડાની મિલકતોના વિકાસની સુવિધા મળશે. હાલના કાયદામાં મિલકતના માલિકોને ઓછું રક્ષણ મળે છે, જેથી તેઓ સંપત્તિ ભાડે આપવાને લઈને આશંકા રાખે છે કારણ કે ઘણા કિસ્સામાં જગ્યા ખાલી ન કરતા ભાડૂતો દ્વારા મકાન માલિકને પજવણીનો ભય રહે છે.

નવા કાયદામાં ભાડાની પ્રોપર્ટી માર્કેટને નિયંત્રિત કરવા માટે રાજ્ય-સ્તરની રેગ્યુલેટરી ઓથોરિટી સ્થાપિત કરવાની જોગવાઈ હશે.

સૂત્રએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બોમ્બે (હાલના ગુજરાત) ભાડા, હોટલ અને લોજિંગ હાઉસ રેન્ટ્સ કંટ્રોલ એક્ટ, ૧૯૪૭ ને બદલવાનો નિર્ણય લીધો છે, જેમાં ભારત સરકાર દ્વારા મોડેલ એક્ટના આધારે નવો ભાડા કાયદો બનાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વિધાનસભાના આગામી ચોમાસા સત્ર દરમિયાન કંઈ નહીં અથવા નજીવા ફેરફારો સાથે મોડેલ એક્ટ અપનાવે તેવી સંભાવના છે.

મોડેલ ભાડુઆત કાયદા હેઠળ મકાન માલિક અને ભાડૂતને લેખિત કરાર પર હસ્તાક્ષર કરવો ફરજિયાત બનશે જેમાં ભાડુ, એગ્રીમેન્ટનો સમયગાળો અને અન્ય સંબંધિત શરતોનો ઉલ્લેખ હોય. તમામ ભાડે લેવાયેલી સંપત્તિના વ્યવહારોને નિયંત્રિત કરવા રાજ્ય સરકાર રેરા (રીઅલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરિટી) જેવી એક સંસ્થાની સ્થાપના કરશે.

મોડેલ એક્ટ ભલામણ કરે છે કે રહેણાંક જગ્યાને ભાડે આપવા માટે સિક્યોરિટી ડિપોઝીટ પેટે વધુમાં વધુ જગ્યાનું બે મહિનાનું ભાડા અને બિન-રહેણાંક એટલે કે વ્યાપારી કે ઔદ્યોગિક જગ્યા માટે વધુમાં વધુ છ મહિનાના ભાડા જેટલી રાખવામાં આવે. નવા કાયદામાં મિલકતોને સબ-લેટિંગ પર આપવાની જોગવાઈ હશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit