Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાચું કહૃાું છે *દરેક ઘરમાં એક દીકરી હોવી જોઈએ જેથી એમને ખ્યાલ આવે કે દીકરી ની આંખમાં આંસુ આવે ત્યારે કેવી પીડા થાય*
દીકરી આમ તો માં બાપ બન્નેના હ્ય્દયનો ટુકડો પણ બાપ દીકરીનું બંધન કાંઈક અલગ જ હોય છે. ઘણા કિસ્સા જોયા છે કે પિતા દીકરી માટે કેવું અને કેટલું વ્હાલ વરસાવતા હોય છે. દીકરી અને પિતા અરસપરસ પડયો બોલ ઝીલે. પિતા દીકરી ને ક્યારેય દુઃખી નિરાશ કરે નહિ કે જોઈ પણ ન શકે. દીકરીની આંખમાં આંસુ આવે અને પિતાની આંખો ભીંજાઈ જાય. દીકરીના લગ્ન પછી વિદાય વખતે પિતા દીકરી થી દૂર રહેતા હોય અને દીકરી કહે પપ્પા ક્યાં? અને પપ્પા દીકરી ને ભેટી ભાંગી પડે. ભલે દીકરી માટે સારું પરિવાર વગેરે પિતાએ જ જોયું હોય દરેક પિતા ઇચ્છતા હોય કે દીકરી ને એવું સાસરું મળે કે રાજ કરે. અને એ જ પિતા વિદાઈ જીરવી ન શકે. દીકરી સાસરે જાય પછી પિતા સતત મનથી વિચારતા હોય કે દીકરી મજામાં હશે ને? અને દીકરી સાસરે ગયા પછી પણ સતત એના માતા પિતાની ચિંતા કરતી હોય, આમ છતાં ઘણી વાર કોઈ દીકરી કોઈ યુવકના પ્રેમમાં પડી , પિતાની જાણ બહાર ઘરમાંથી પહેરે લુગડે ભાગી જાય અને લગ્ન કરી લે. આ સમયે પિતા ની શું હાલત થતી હશે? ત્યારે ઘણી દીકરી એમ કહેતી હોય કે મારા માં બાપ ને દુઃખ થાય એવું હું કોઈ પગલું ન ભરું. મારા પિતા ઓફિસે થી આવે અને હું દોડીને વળગી પડું, અથવા એ આવે અને હું રાજી થઇ જાઉં, એ પપ્પાને ઓફિસેથી આવતા હું ન દેખાઉં તો શોધવા માંડે દીકુ ક્યાં ગઈ? અથવા ક્યારેક મારા ઘરે આવવાના સમય કરતા થોડી પણ મોડી પડું તો આકુળ વ્યાકુળ થઈ જાય એ પપ્પા દીકરી બાબતનો કોઈ આઘાત જીરવી ન શકે. કન્યા વિદાય સમયે વેવાઈ દીકરીના પિતાને કહેતા હોય છે કે ચિંતા ન કરો અમે એને દીકરીની જેમ જ સાચવશું. પણ બધે એવું થતું નથી. જેને માત્ર દીકરાઓ છે અને દીકરી નથી એવા અમુક જ પરિવારો પુત્રવધૂને પુત્ર થી વધુ દીકરી તરીકે લાડ લડાવે એને કોઈ વાતે ઓછું ન આવે,એની બધી ઈચ્છા પૂરી કરે એવા સૌ સસરા મળે. . પણ ઘણાં એવા છે કે જે દીકરીની વેદના સમજે જ નહિ. એમને દીકરી હોય નહિ એટલે દીકરીના આંસુ ની વેદના એમણે અનુભવી જ ન હોય. દીકરી સાસરે રાજ કરશે , મોજ કરશે એવું બધું જોયા પછી પિતાને જ્યારે એમ ખબર પડે કે દીકરી મોજમાં નહિ પણ અનેક દુઃખ ના બોજ મા જીવે છે ત્યારે પિતા એ આઘાત જીરવી ન શકે.
ઝરણાં એટલે પ્રીતમ અને પ્રીતિ ની લાડલી દીકરી, પ્રીતિ ને જ્યારે સારા દિવસો રહૃાા ત્યારે પ્રીતમ કહેતો કે દીકરી આવે ને તો બહુ સારું , હું આ દુનિયાનો સુખીમાં સુખી માણસ કહેવાઈશ, પણ ઈશ્વર ની ઇચ્છા હશે કે પહેલા ખોળે દીકરો આવ્યો.એનું સ્મિત બહુ સરસ હતું, હસવાનો અવાજ નહિ પણ આંખ ઝીણી થઇ જાય એ સ્મિત વેરે ત્યારે એટલે જ એનું નામ રાખ્યું સ્મિત. એ જન્મ્યો ત્યારથી બહુ જ મીઠડો અને શાંત. કોઈ કજિયો, જીદ નહિ કે ક્યારેય કોઈ વસ્તુની માંગણી નહીં. એને જે આપો એનાથી સંતોષ. એ નાનો હતો અને સમજણો થયો પછી એક વાર એ માતાપિતા સાથે કોઈને ત્યાં ગયો હશે અને જોયું કે એક બાળક એના પિતાને એમના બુટ લાવીને આપ્યા પછી હાથ રુમાલ અને બેગ આપી. સ્મિતે આ જોયું પછી એ એવું કરવા લાગ્યો, પિતા તૈયાર થઈને બેઠા એટલે એ જઈને જૂતા લઇ આવ્યો અને આપ્યા. પ્રિતમને આશ્ચર્ય સાથે આનંદ થયો, આવું ઘણું સારું એ ગ્રહણ કરતો. બધું હસતા હસતા કરતો. એ ચાર વર્ષનો થયો અને પ્રીતિ ફરીવાર માં બનવાની હતી હવે બધા સ્મિતને કહેતા કે તારી મમ્મી હવે તારા માટે બહેન લાવશે, એ રાજી થઈ જતો. અને ખરેખર દીકરી જન્મી મજાની રૂૂપકડી હસતી દીકરી. એ તો હસે એટલે જાણે ખળખળ વહેતંુ ઝરણું. સ્મિત હશે તો સહેજ પણ અવાજ ન આવે અને આ દીકરી હસે એટલે ખણખણતો અવાજ આવે. અને સહેજમાં હાસ્ય ના મોતી વેરાઈ જાય. એ નાની હતી ત્યારે રોઈ હોય એવું કોઈને યાદ નથી , બેય બાળકો સરખા, ક્યારેય રોતાં જોવા નથી મળ્યા. ક્યારેય કોઈ માંગણી નહિ, જીદ નહીં અને સંતોષ અપાર . મમ્મી પપ્પા કહે એ શિરોમાન્ય. આવા બાળકો.
બંને બાળકો સરસ તૈયાર થઈ ગયા. ખૂબ ભણ્યા અને સ્મિતે પોતાના પિતાની કંપનીને આંતરરાષ્ટ્રીય સ્તર આપી દીધું. બહુ જ સારા પરિવારની કન્યા સ્મિતા સાથે એના લગ્ન નક્કી થયા. એ પણ વ્યવસાયિક પરિવાર હતું બહુ મોટો વ્યવસાય હતો. સ્મિતે કહેલું કે બહુ જ સાદાઈથી લગ્ન કરશું. કોઈ ખોટા ખર્ચ નહિ. દીકરીને સાથે કાંઈ જ ન આપતા અમને જોઈએ માત્ર કંકુ અને કન્યા. અને એમ જ થયું. બહુ જ સાદાઈથી લગ્ન થયા. રિસેપશન પણ ઓછી વાનગીઓ વર કન્યા જ સૌના સ્વાગતમાં ઉભા હતા એટલે જે આવે એ શુભેચ્છા આપી અંદર જાય. પુત્રવધૂ દીકરી બનીને રહી અને આ લોકો પોતાની દીકરી ઝરણાં થી વિશેષ લાડ પ્રેમ વરસાવતા. હવે ઝરણાં માટે તાપસ ચાલી. એમાં પ્રિતમને કોઈ સૂચન આવ્યું કે મોહનલાલ પરિવાર દીકરા રાજન માટે કન્યા શોધે છે. મોહનલાલ પરિવારને પણ પ્રીતમ પ્રીતિની દીકરી ઝરણાં માટે વાત મળી અને માગું મોકલાયું. મોહનલાળ પરિવાર એટલે શ્રેષ્ઠી પરિવાર સર્વત્ર એમના માનપાન , આમ એ દાનવીર પરિવાર કહેવાય. એમનું ઘર એટલે હવેલી , મોટી દીવાલો થી ઘેરાયેલી હવેલી. એમના દેખાડા મોટા. પ્રીતમ પ્રીતિએ વિચાર્યું કે આ પરિવારમાં ઝરણાં રાજ કરશે. એમની પુત્રવધૂ સ્મિતાએ કહૃાું કે પપ્પા જી , બધું જોઈને અને લોકોની વાતો સાંભળીને જોયા કરતા બીજી કોઈ રીતે તપાસ તો કરી જ લેવાય કે એ ઊંચી દીવાલો અંદર હવેલીમાં સુખ કેવું છે. પ્રીતમ પ્રીતિએ થોડી ઘણી તાપસ કરી નક્કી કરી નાખ્યું. એ પરિવાર અલગ હતું એટલે દંભ દેખાણા માં બહુ જ ખર્ચો કરી રાજાશાહી પ્રસંગ કર્યો. ઝરણાં એ સુખ શાંતિ લાડ પ્રેમ ની અનેક યાદોના ઘરની દીવાલે થાપા મારી અને વિદાય થતા ચોખા પાછળ માં ના ખોળામાં વેરતા વિદાઈ લીધી.
એ લગ્નને તેર વર્ષ થયા. એ દરમ્યાન સ્મિત સ્મિતાનો દીકરો દીકરી દસ અને બાર વર્ષના થઇ ગયા. દીકરીના આઘાતમાં પિતા પ્રીતમ લાલ મૃત્યુ પામ્યા અને માતા પ્રીતિ બીમાર રહેવા લાગી. આજે તેર વર્ષ પછી દીકરી પહેલી વાર પિયર આવવાની હતી.
સવારમાં પ્રીતિ, સ્મિત અને સ્મિતા ચ્હા નાસ્તો કરતા હતા અને એમના એક સ્નેહી ભરતભાઈએ આવીને કહૃાું કે બારણે તોરણ બંધાવો આજે તમારી દીકરી ઘેર આવે છે, બધા ઉભા થઇ ગયા. બધાની આંખમાં આંસુ હતા ખુશીઓ ના તો ખરા જ પણ ચિંતાના પણ ખરા. દીકરી કેવી થઇ ગઈ હશે? આજે દીકરી તેર વર્ષે ઘેરબ આવશે. કોઈને પણ નવાઈ લાગે કે લગ્ન પછી પહેલા તો તરત જ પગફેરો કરવા આવે , થોડા દિવસ રોકાવા આવે, એ પછી પ્રથમ સુવાવડ પછી આવે અને આવતી રહે પણ આ સાસરે ગયા પછી છેક તેર વર્ષે? એને કોઈ બાળક પણ નહિ.
ઝરણાં સાસરે ગઈ એના બીજા જ દિવસથી એનું હાસ્ય ખળખળતું બંધ થઇ ગયું. બહુ જ વિચિત્ર પરિવાર હતું પૈસાના મદમાં છાકેલું. એમનો દીકરી તો જેને ઝરણા પરણાવી હતી એ પિતા બની શકે એમ હતો જ નહિ. અચાનક મળેલી દોલત ના હિસાબે બધા ઐયાસ બની ગયેલા. રોજ સાંજે દારૂૂ ની મહેફિલ અને કૈક કેટલું. એ દીવાલોની અંદર કોઈને પ્રવેશ નહિ. એ લોકો વિષે કહીએ એટલું ઓછું. નોકર નહિ. એક પતિ પત્ની એક બંગલાના આઉટહાઉસમાં રહેતા હતા એ રસોઈ અને ઘરના કામ કરે , એમની સાથે આ ઝરણાએ પણ કામ કરવાના , ઝરણાને સોટીથી માર એને પિયર જવાની મનાઈ અને એના પિયરનાને આવવાની મનાઈ બહુ જ પાબંદી . પાછું કહેવામાં આવે કે જો તમે અમારા પરિવારમાં દાખલ કરી તો દીકરીને પાછી મોકલી દેશું અને તમારે પૈસા આપવા પડશે. પ્રીતમના સંબંધી ભરત ભાઈએ નક્કી કરતા વખતે પણ કહી દીધું હતું કે ઊંચી દીવાલોની અંદર એકવાર નજર કરી લેજો પણ પ્રિતમે ઉપરછલ્લી તપાસ કરી હતી. એ જ ભરતભાઈએ પ્રીતમ પ્રીતિને ઝરણાની પરિસ્થિતિ ની જાણ કરી, એ જ રાત્રે પ્રિતમને આઘાતમાં હ્ય્દયરોગનો હુમલો આવ્યો અને ગુજરી ગયા. એ વખતે એ પરિવારમાંથી કોઈ આવ્યું નહિ કે ઝરણાને આવા ન દીધી.
એ પછી સ્મિતે બહુ જ પ્રયત્ન કર્યા કે બહેન આ ઘરમાંથી નીકળી કાયમ માટે આવી જાય. પણ ન થયું. આજે તેર વર્ષે જયારે એનો પતિ સખ્ત દારૂૂના સેવનમાં મૃત્યુ પામ્યો પછી. ભરતભાઇની મદદથી નીકળીને પિતા ઘેર આવવા ની હતી એના પણ પગ નહોતા ઉપડતા , એને થતું હતું કે ભાઈ નારાજ હશે કે પિતા ગયા પછી આવી નહિ , માં મને મારશે જ હું કયા મોઢે જાઉં? ભરતભાઈએ હિંમત આપી હતી કે તું વિચારે છે એવું કાંઈ નથી. અહીં માં પ્રીતિ અને ભાઈ સ્મિત અને ભાભી સ્મિતા આંસુ સાથે ચિંતામાં હતા કે કેવી થઇ ગઈ હશે ઝરણાં જેવું હસતી ઝરણાં . એ આવી ત્યારે રૂૂમમાં માત્ર સ્મિતના બાળકો એમણે તો ફોઈ ને પહેલી વાર જોઈ , ભરતભાઈએ કહૃાું કે આ તમારી ઝરણાં ફઈ , એ લોકોએ માત્ર વાત સાંભળી હતી દોડ્યા અને પગમાં પડયા. દીકરી સાસરે થી પિયર આવે તોય પારકાની જેમ આવે એવું થાય. એ આવી ને સોફા પર બેઠી જ્યાં પપ્પા બેસ્ટ હતા , હાથા પર હાથ ફેરવ્યો. અને રોઈ પડી ત્યાં અંદરથી સ્મિત પપ્પાનું શર્ટ પહેરીને આવ્યો કે જે ઝરણાએ જતા પહેલા લઇ આપેલું. કહેલું કે પપ્પા તમે આ પહેરજો. ભાઈ વળગી પડ્યો અને ખૂબ રોયો. ભાભી પણ દીદીને વળગી , માં ની હિંમત કેમ ચાલે? પણ આવી દૂર ઊભી રહી .... પછી જે થયું એ કહેવું અઘરું છી......
એટલું તો છે.કોઈએ સાચું જ કહૃાું છે દરેક ઘરમાં એક દીકરી જોઈએ.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial