Advertisement
Author: નોબત સમાચાર

હોળી-ધૂળેટી પર્વે ઠેર-ઠેર હિંસક તોફાનો ફાટી નીકળતા અનેક ઘાયલઃ લાઠીચાર્જ

ઝારખંડ, યુપી, પંજાબ, પ.બંગાળ, હિમાચલ, મહારાષ્ટ્રમાં આગજની, તોડફોડ, પથ્થરમારોઃ જૂથ અથડામણોઃ પોલીસતંત્ર દોડતું રહ્યુ

નવી દિલ્હી તા. ૧૫: ગઈકાલે ધૂળેટી દરમ્યાન અનેક રાજયોમાં હિંસા ફાટી નીકળતા આગજની, પથ્થરમારો અને અથડામણો થતા અનેક લોકો ઘાયલ થયા હતાં. શુક્રવારે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ધુળેટી પર્વ મનાવાયુ હતું. લોકોમાં એકબીજા પર રંગ છાંટયા પણ રંગોમાં ભંગ પણ પડયો હતો. ઉત્તર પ્રદેશ પંજાબ, પ-બંગાળ, ઝારખંડ, હિમાચલ, મહારાષ્ટ્રમાં હિંસક તોફાનો થતા અનેક ઘાયલ થયા છે.

હોળી પર્વની ઉજવણી દરમિયાન હોળીના દિવસે ઉત્તર પ્રદેશમાં ભારે હોબાળો થયો હતો. કેટલીક જગ્યાએ પથ્થરમારો થયો હતો તો કેટલીક જગ્યાએ ગોળીબાર થયો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો. તોફાનીઓ અહીં જ ન અટકયા, તેમણે પોલીસ પર પથ્થરમારો પણ કર્યો. રાજ્યના ઉન્નાવ, શાહજહાંપુર, મથુરા, જેવર, બિજનૌરમાં પોલીસ પરિસ્થિતિને કાબુમાં લેતી જોવા મળી હતી. માત્ર યુપીમાં જ નહીં પરંતુ પંજાબ, હિમાચલ અને મહારાષ્ટ્રમાં પણ રમખાણો થયા હતા. પંજાબમાં હોળી રમી રહેલા કોંગ્રેસના નેતાને ગોળી મારી દેવામાં આવી. પંજાબ અને મહારાષ્ટ્રમાં મસ્જિદની બહાર હંગામો થયો.

ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં શુક્રવારે હોળીના શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. તો પંજાબના લુધિયાણામાં નમાજ પઢતા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો. મહારાષ્ટ્રના રત્નાગિરીમાં મસ્જિદનો દરવાજો તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં વિશ્વ વિખ્યાત લાત સાહેબના શોભાયાત્રા દરમિયાન પોલીસ પર જૂતા અને ચંપલ ફેંકવામાં આવ્યા હતા.

ઉન્નાવમાં ફાગ શોભાયાત્રા દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. મથુરામાં રંગ લગાવવા અંગે થયેલા વિવાદમાં ૧૦ લોકો ઘાયલ થયા હતા. હોળીના દિવસે શાહજહાંપુરમાં લાત સાહેબની વર્ષો જૂની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સરઘસમાં હાજર બદમાશોએ પોલીસ પર જૂતા અને ચંપલ ફેંકયા. તેમના પર ઈંટો અને પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે તેને આવું કરતા અટકાવ્યો, ત્યારે તેણે વધુ તોફાન કરવાનું શરૂ કર્યું. પોલીસને સ્વબચાવમાં લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન, તોફાનીઓએ અનેક ઘરો પર ઇંટો અને પથ્થરો પણ ફેંકયા. બાંગરમાઉ પોલીસ સ્ટેશન હેઠળના ગંજમુરાદાબાદ શહેરમાં ફાગ શોભાયાત્રા દરમિયાન, નશામાં ધૂત ગુંડાઓએ હોબાળો મચાવ્યો. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ તેમના પર પથ્થરમારો કર્યો. પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો.

હોળીના દિવસે મથુરામાં ભારે હોબાળો થયો. થાણા જૈત વિસ્તારના બાટી ગામમાં રંગ લગાવવાને લઈને બે જૂથો વચ્ચે ઝઘડો થયો, જેના પગલે ભારે પથ્થરમારો થયો. આ ઘટનામાં ૧૦ લોકો ઘાયલ થયા હતા. પોલીસે ૭ આરોપીઓની ધરપકડ કરી છે.

જેવર કોતવાલી વિસ્તારના રણહેરા ગામમાં પણ હોળીના દિવસે રમખાણો થયા હતા. અહીં બે પક્ષો વચ્ચે નાની તકરાર બાદ હિંસક અથડામણ થઈ હતી. પથ્થરમારો અને ગોળીબાર થયો, જેમાં પાંચ લોકો ઘાયલ થયા. બિજનોરના ધામપુરમાં રંગ લગાવવાને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ. બંને પક્ષો વચ્ચે ઉગ્ર લડાઈ થઈ. મુરાદાબાદના કટઘર પોલીસ સ્ટેશન વિસ્તારના વીર શાહ હજારી વિસ્તારમાં, હોળી પર ગળે લગાવવાનો ઇનકાર કરનારા ભાજપના નેતા પર એક યુવકે ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા હતા. બાગપતના રાઠોડા ગામમાં હોળી રમવાને લઈને વિવાદ થયો હતો. જેમાં એક બાજુના લોકોએ ઘરમાં ઘૂસીને યુવાનને ગોળી મારી દીધી હતી.

હોળીના દિવસે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બમ્બર ઠાકુરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ચાર અજાણ્યા લોકોએ તેમને ગોળી મારી દીધી હતી. બામ્બર ઠાકુર તેની પત્નીના સત્તાવાર નિવાસસ્થાને અન્ય લોકો સાથે હોળી રમી રહૃાા હતા ત્યારે આરોપી ત્યાં આવ્યો અને ૧૨ રાઉન્ડ ગોળીબાર કર્યો. ગોળી વાગવાથી તેમના પીઆરઓ પણ ઘાયલ થયા છે. તો બીજી તરફ પંજાબના લુધિયાણામાં એક મસ્જિદને નિશાન બનાવવામાં આવી હતી. અહીંના કેન્દ્રબિંદુ પાસે આવેલી મસ્જિદ પર કેટલાક બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. નમાઝીઓ પર ઈંટો અને પથ્થરો ફેંકવામાં આવ્યા. આ હુમલો બે વાર કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં મસ્જિદની બહાર સુરક્ષા માટે ઉભેલા પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી. પથ્થરમારાને કારણે મસ્જિદના કાચ તૂટી ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં હોળી પર શિમગા સરઘસ દરમિયાન, એક બેકાબૂ ટોળાએ મસ્જિદનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો. ઝારખંડના ગિરિડીહ જિલ્લાના ખોડથંબામાં હોળીના શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. હિંસક ટોળાએ ઘણી દુકાનોમાં આગ લગાવી દીધી. આ અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા છે. વિસ્તારમાં સાં-દાયિક તણાવને ધ્યાનમાં રાખીને, વધારાનો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે.

શુક્રવારે ઝારખંડના ગિરિડીહ જિલ્લાના ઘોરથામ્બામાં હોળીના શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ સમય દરમિયાન, અસામાજિક તત્વોએ દુકાનો અને વાહનોને આગ ચાંપી દીધી હતી. વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં શુક્રવારે હોળીના શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત, ઓછામાં ઓછી ત્રણ દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હોવાના અહેવાલ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ઘોરથમ્બામાં બની હતી જ્યારે એક જૂથે આ વિસ્તારમાંથી પસાર થતી હોળીની શોભાયાત્રાનો વિરોધ કર્યો હતો, જેના પગલે અથડામણ થઈ હતી અને બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.

ગિરિડીહના એસપી ડો. બિમલે કહૃાું કે અમે બંને સમુદાયોની ઓળખ કરી રહૃાા છીએ. આ ઉપરાંત, લોકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે. ઓળખ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈને પણ મોટી ઈજા થઈ નથી. તેમણે કહૃાું કે અથડામણ દરમિયાન કેટલાક વાહનોને આગ પણ લગાવવામાં આવી હતી. દરમિયાન, ખોરીમહુઆ એસડીપીઓ રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ બાબત પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આ ઉપરાંત, ડેપ્યુટી ડેવલપમેન્ટ કમિશનર સ્મિતા કુમારીએ જણાવ્યું હતું કે હોળીની ઉજવણી દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. મળતી માહિતી મુજબ, કેટલાક અસામાજિક તત્વોએ કેટલાક વાહનોને આગ ચાંપી દીધી છે. ઘટનાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh