Advertisement

મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટેના ઈન્જેક્શન પૂરતા પ્રમાણમાં મળતા નથી

જામનગર તા. ૧૦ઃ ગુજરાતમાં સરકારી કે અન્ય હોસ્પિટલોમાં મ્યુકર માઈકોસિસના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યાં દર્દીઓની સારવાર માટે વપરાતા લાઈફોસોમલ/ એન્ફોટેરેસીન-બી ઈન્જેક્શનો પૂરતા પ્રમાણમાં અને દર્દીને જોઈએ ત્યારે મળતા નથી. આ પ્રશ્ને ખંભાળિયા-ભાણવડ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે રાજ્યના નાયબ મુખ્યમંત્રી (આરોગ્ય મંત્રી) ને આવેદનપત્ર પાઠવી દરેક હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓને આ ઈન્જેક્શનો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી રજૂઆત કરી છે.

આ બાબતમાં રાજ્ય સરકારે તાકીદે તમામ હોસ્પિટલોમાં આ ઈન્જેક્શનોનો પૂરતો જથ્થો ફાળવી જરૃરી સ્ટોક કરવા અને દર્દીઓને સમયસર સારવાર મળી રહે તેવા પગલાં લેવા તેમણે માંગણી કરી છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit