Advertisement

બેડેશ્વરમાં બે જૂથ વચ્ચે મારામારી

જામનગર તા. ૨૧ઃ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગઈકાલે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. બન્ને પક્ષે હથોડી તથા લાકડી વડે હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગરીબનગર ૫ાણાખાણ વિસ્તારમાં વસવાટ કરતાં અબ્દુલમુનાફ હુસેનભાઈ ચંગડા નામના વાઘેર યુવાન ગઈકાલે સાંજે બેડેશ્વરમાં ભજિયાની એક દુકાન નજીક ઉભા હતા ત્યારે ત્યાં હથોડી, લાકડી સાથે ધસી આવેલા ઓસમાણ તથા કાસમ નામના બે શખ્સોએ તેમના પર હુમલો કરી માર માર્યો હતો. સાથે રહેલા શબ્બીર ઓસમાણને પણ લમધારી નાખવામાં આવ્યો હતો તેવી ફરિયાદ અબ્દુલ મુનાફ ચંગડાએ પોલીસમાં નોંધાવી છે.

તે ફરિયાદની સામે ઓસમાણ હુસેનભાઈ કુંગડાએ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમાં તેઓએ જણાવ્યા મુજબ શબ્બીર, મુનાફ, મકુલ તથા રફીક નામના ચાર શખ્સો ગઈકાલે સાંજે ભજિયાની દુકાન પાસે હથોડી, ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. વચ્ચે પડનાર કાસમ તથા મોઈન ઓસમાણને પણ માર માર્યો હતો. પોલીસે બન્ને ફરિયાદ રજિસ્ટરે લઈ આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit