Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિસ્ટ્રી ઓફ ર૯ માર્ચ
વર્ષ ૧૮પ૭ નો વિદ્રોહ આપણી સ્વાતંત્ર્ય ચળવળની બુનિયાદ ગણાય છે. બ્રિટિશ રાજની ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે ર૯ મી માર્ચ ૧૮પ૭ ના દિવસે વિદ્રોહનું બ્યુગલ ફૂંકાયું હતું.
મંગલ પાંડેએ બેરેકપુર છાવણીમાં બ્રિટિશ અધિકારીઓ પર હુમલો કર્યો હોવાનો ઈતિહાસ છે. આવું કરવા પાછળ બ્રિટિશરોએ તેની સેનામાં કામ કરતા સૈનિકોને આપેલા નવા કારતૂસોમાં ગાયની ચરબી હોવાનું જણાવ્યું હતું અને આ કારણે જ બ્રિટિશ સેનામાં ફરજ બજાવતા ભારતીય હિન્દુ સૈનિકોની ધાર્મિક ભાવનાઓ દુભાઈ હોવાનું જણાવાયું હતું.
આ કારણે મંગલ પાંડેને ગિરફ્તાર કરી લેવાયા હતાં અને આઠમી એપ્રિલે ફાંસીએ લટકાવી દેવાયા હતાં. એ પછી દેશભરમાં અંગ્રેજ સલ્તનત વિરોધી સુર ઊઠવા લાગ્યા હતાં અને સ્વાતંત્ર્ય ચળવળની શરૂઆત થઈ હતી.
કેટલાક ઈતિહાસકારોના મંતવ્યો એવા છે કે મંગલ પાંડેએ અંગ્રેજ અફસર લેફ્ટનન્ટ બાગે પર હુમલો કર્યો અને મેજર સાર્જેન્ટ હાઉસનને ગોળી મારી હતી, જ્યારે કેટલાક ઈતિહાસકારો દ્વારા એવો ઉલ્લેખ પણ કરાયો છે કે મંગલ પાંડેએ પછી પોતાની જ બંદુકથી પોતાના પર ગોળી ચલાવી હતી, પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જે હોય તે ખરૃં, પરંતુ અંગ્રેજો સામે અવાજ ઊઠાવીને મંગલ પાંડેએ વિદ્રોહની ચિનગારી સફળતાપૂર્વક ચાંપી દીધી હતી.
શહીદ મંગલ પાંડેને લઈને ભલે ભિન્ન-ભિન્ન મંતવ્યો હોય, પરંતુ વર્ષ ૧૮પ૭ ના વિદ્રોહથી શરૂ થયેલી સ્વાતંત્ર્ય ચળવળ લગભગ ૧૯૦ વર્ષ સુધી ચાલતી રહી હતી, અને અનેક સ્વરૂપો, નેતૃત્વો તથા બલિદાનો પછી છેક વર્ષ ૧૯૪૭ માં ભારતને આઝાદી મળી હતી.
સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન બલિદાનો આપનાર, સર્વસ્વ સમર્પિત કરનાર અને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સહયોગ આપનાર સૌ કોઈ સ્વાતંત્ર્યવીરો તથા તેઓના પરિવારોને કોટિ કોટિ વંદન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial