Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અ.ભા.વિ. પરિષદની રજુઆત
જામનગર તા. ૨૪: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી કોલેજો તથા યુનિવર્ટિીઓમાં પ્રવેશ પ્રક્રિયા માટે શરૂ કરેલ જીએએસ પોર્ટલ દ્વારા અત્યંત ધીમી પ્રક્રિયાના કારણે પોર્ટલ નિષ્ફળ ગયું છે. આ પ્રશ્ને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિ મંડળે વિસ્તૃત આવેદનપત્ર પાઠવી સત્વરે તેમની માંગણીઓ પ્રત્યે ધ્યાન આપી સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી કરી છે.
આ પોર્ટલ દ્વારા ચાલતી અત્યંત ધીમી પ્રવેશ પ્રક્રિયાના કારણે સરકારી મહાવિદ્યાલયો અને વિશ્વ વિદ્યાલયોમાં દર વર્ષની સાપેક્ષે પ્રવેશ થયા નથી, પરિણામે ઈન્ટેક કરતા ખુબ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓને જે તે સરકારી સંસ્થાનોમાં પ્રવેશ મળ્યા છે. જયારે બીજી તરફ નિંજી મહાવિદ્યાલયો અને વિશ્વ વિદ્યાલયો મન ફાવે તે પ્રમાણે, કોઈપણ પ્રકારના ધારા ધોરણ વગર પોતાના ઈન્ટેક કરતા વધુ પ્રવેશ આપી અને વિદ્યાર્થીઓની ભરતી કરી રહ્યા છે. ગુજરાતના ભવિષ્ય માટે, પ્રવર્તમાન પરિસ્થિતિ ઘણી ગંભીર અને ચિંતાજનક છે.
નિજી વિશ્વ વિદ્યાલયોની પ્રવેશ પ્રક્રિયાને પણ પાર દર્શી બનાવવા તથા રાજ્ય વિશ્વ વિદ્યાલયો અને નિજી વિશ્વ વિદ્યાલયોને સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવા, આવનાર શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ નિજી વિશ્વ વિદ્યાલયોને જીસીએએસ પોર્ટલ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા હેતુ આવરી લેવામાં આવે. ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રક્રિયામાં મોક રાઉન્ડ ઉમેરી વિદ્યાર્થીઓને કોલેજોની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવે, પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવી, વધુ વિલંબ અટકાવી, ત્વરિત સમાપ્ત કરવામાં આવે. ઘણી વિશ્વ વિદ્યાલયોના અનુસ્નાતક અભ્યાસક્રમોના પરિણામો હજુ બાકી હોવાથી વિદ્યાર્થીઓને સ્નાતકોત્તર અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ પડે છે. જેથી ત્વરિત પણે આવી વિશ્વ વિદ્યાલયોના પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial