Advertisement

પીપરટોડામાં ઘાસડેપો પર ત્રાટકેલી વીજળીએ કર્યું લાખ્ખોનું નુકસાન

જામનગર તા. ૪ઃ લાલપુરના પીપરટોડામાં વનવિભાગના ઘાસના ડેપો પર ત્રાટકેલી વીજળીના કારણે અંદાજે રૃા. એકત્રીસ લાખનું ઘાસ સળગીને ખાખ થઈ ગયું હતું. અગ્નિશમન માટે જામ્યુકોના ફાયરબ્રિગેડ ઉપરાંત બે ખાનગી કંપની, વાયુસેના વગેરેની અગ્નિશમન ટીમોએ પ્રસંશનિય કામગીરી બજાવી હતી.

લાલ૫ુર તાલુકાના પીપરટોડામાં જામનગર વન વિભાગનો ઘાસનો ડેપો આવેલો છે. તે દરમિયાન ગયા શનિવારે આ પંથકમાં ભારે ગાજવીજ વચ્ચે કમોસમી વરસાદ તૂટી પડયો હતો અને વીજળીના કડાકા-ભડાકા થયાં હતાં. જેમાં તે પંથકમાં ત્રણેક જેટલાં સ્થળે વીજળી પડી હતી.

તે દરમ્યાન ઘાસ ડેપો પર પણ વીજળી ત્રાટકતાં પ્લેટફોર્મ નંબર એકમાં ૪૫૧૮ ગાંસડીઓમાં અંદાજે ૩,૪૬,૯૨૪ કિલોગ્રામ ઘાસ ભરીને રાખવામાં આવ્યું હતું. તેના પર વીજળી ત્રાટકતાં આગ ભભૂકી હતી. ડેપોના ચોકીદાર જયેન્દ્રસિંહ વાઢેરે આરએફઓ એમ. ડી. બૈડિયાવદરાને તેની જાણ કર્યા પછી જામનગર ફાયરબ્રિગેડ તેમજ બે ખાનગી ઉદ્યોગગૃહની અગ્નિશમન ટીમ તથા જામજોધપુર નગર પાલિકા, દિગ્વિજય સિમેન્ટ ફેક્ટરી, ભારત-ઓમાન ઓઇલ રિફાઈનરી, જીએસઈસીએલ, વાયુસેનાના ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા પણ અગ્નિશમનની કામગીરી શરૃ કરવામાં આવી હતી. વિકરાળ સ્વરૃપ ધારણ કરી લેનાર આગથી ડેપોના અન્ય પ્લેટફોર્મ પણ પ્રભાવિત ન થાય તે માટે શરૃ કરાયેલાં પ્રયત્નો સફળ થયાં હતાં. આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જૂનાગઢથી મુખ્ય વનસંરક્ષક ડો. કે. રમેશે પણ સ્થળ મુલાકાત લીધી હતી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit