Advertisement

ખાનગી શાળાઓમાં ધો.૯ થી ૧૨ના વર્ગો શરૃ કરવા શિક્ષણાધિકારીને રજૂઆત

જામનગર તા. ૨૦ઃ કોરોનાનો કહેર ઓછો થતા રાજ્યમાં વિવિધ પ્રતિબંધો દૂર કરી છૂટછાટો આપવામાં આવી છે. કોચીંગ ક્લાસ શરૃ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ શાળાઓમાં ધો. ૯ થી ૧ર ના વર્ગો હજુ પણ થયા નથી જેને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હોવાનો સૂર બુલંદ થયો છે. આજે આ મુદ્દે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં શિક્ષણાધિકારીઓને આવેદનો પાઠવવામાં આવ્યાં હતાં.

જામનગરમાં પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નેજા હેઠળ નગરની ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણાધીકારીને આવેદની પાઠવી ધો. ૯ થી ૧ર ના વર્ગો શરૃ કરવા તાત્કાલિક મંજૂરી આપવાની રજૂઆત કરવામાં આવી હતી.

સરકાર જો માંગ નહીં સ્વીકારે તો ખાનગી શાળા સંચાલકો દ્વારા આગામી દિવસોમાં ઓનલાઈન શિક્ષણના બહિષ્કાર સહિત આંદોલનની ચીમકી આપવામાં આવી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit