Advertisement

જામનગરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ

જામનગર તા. ર૦ઃ રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ, જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી-જામનગર તથા રણછોડદાસ બાપુ આશ્રમ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. રર ના સવારે ૯ વાગ્યે રંગુનવાલા હોસ્પિટલ, અકબરશાહ ચાટ્ઠેક, કાલાવડના નાકા પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસ બાપુ આરમ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા, ટીપાં, ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. કેમ્પમાં આવનારે માસ્ક પહેરવા તથા આધાર કાર્ડની નકલ સાથે લાવવા જણાવ્યું છે.Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit