Advertisement

તરૃણીને દુષ્કર્મનો ભોગ બનાવનાર આરોપી ઝબ્બે

જામનગર તા. ૨૫ઃ જામનગરના ખીજડિયા ગામમાં રહેતા એક શખ્સે ધાકધમકી આપી છ મહિના સુધી એક તરૃણી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ થયા પછી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડયો છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડિયા ગામમાં રહેતા અને એક ટ્રાન્સપોર્ટમાં ક્લિનરની નોકરી કરતા હાર્દિક રમેશ મકવાણા ઉર્ફે ટકા નામના શખ્સે એક તરૃણી પર છએક મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.

વાલીઓનું છત્ર ગુમાવી ચુકેલી આ તરૃણીને અવારનવાર ધમકી આપી હાર્દિક ઉર્ફે ટકાએ દુષ્કર્મનો ભોગ બનાવી હતી. તે ફરિયાદના પગલે પોલીસે શરૃ કરેલી તપાસમાં આરોપી પોલીસની ગિરફતમાં આવી ગયો છે. તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરાઈ છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit