Advertisement

ભાજપ પ્રદેશ મંત્રી દ્વારા ર૪ મી ઓક્ટોબરે દ્વારકાધીશ મંદિરના શિખરે નૂતન ધ્વજારોહણ

દ્વારકા તા. ૧૩ઃ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના મંત્રી રઘુભાઈ ડાયાભાઈ હુંબલ (આહિર) દ્વારા તા. ર૪ ઓકટોબરે યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવનાર છે. દ્વારકાના અખિલ ભારતીય આહિર સમાજમાં બપોરે ર-૩૦ કલાકથી યોજાનાર ધાર્મિક મહોત્સવમાં તાજેતરમાં વરણી થયેલ રાજ્ય સરકારનું સમગ્ર મંત્રી મંડળ પણ મંત્રી બન્યા પછી સૌ પ્રથમ વખત દ્વારકાધીશના દર્શનાર્થે પધારશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ પણ આ પ્રસંગે સમગ્ર મંત્રીમંડળ સાથે ઉપસ્થિત રહે તેવી પૂરેપૂરી સંભાવના છે. રાજ્ય સંગઠનના હોદ્દેદારો પણ પધારશે. અગ્રણીઓનીભવ્ય શોભાયાત્રા સાથે બાઈક રેલી પણ યોજાય તેવા આયોજનોને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

બ્લડ ડોનેશન કેમ્પ-લોકડાયરો

ધ્વજારોહણના ધાર્મિક મહોત્સવમાં આહિર સમાજમાં સવારે ૮ કલાકથી બ્લડ ડોનેશન કેમ્પ, બપોરે ૩ કલાકે ધ્વજાજીનું પૂજન,સાંજે પ કલાકે ધ્વજારોહણ, પ-૧પ કલાકથી નિજમંદિરથી સ્વાગત યાત્રા, સાંજે ૬-૩૦ કલાકે સંકલ્પ સમારોહ તેમજ રાત્રે ૯-૩૦કલાકે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના લોકડાયરાનું પણ આયોજન કરાયું છે.

સી.આર. પાટીલનું રક્તતુલાથી સન્માન

કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષનું પી.એમ. સુરક્ષા વીમા યોજના ફોર્મ વિતરણ તેમજ રક્તતુલા દ્વારા કરવામાં આવનાર છે. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ભાજપના પદાધિકારીઓ તથા અગ્રણીઓ જવાહરભાઈ ચાવડા, પૂનમબેન માડમ, વાસણભાઈ આહિર, મુળુભાઈ બેરા,ઉદયભાઈ કાનગડ, ભરતભાઈ ડાંગર, ભીખુભાઈ એસ. આહિર,શાંતાબેન ખાટરિયા, વિનોદભાઈ ચાવડા, પ્રદીપભાઈ ડવ, વલમજીભાઈ હુંબલ, મેરામણભાઈ ભાટુ, નાગદાનભાઈ ચાવડા, પીઠાભાઈ નકુમ, હિરેનભાઈ સોલંકી, બાબુભાઈ હુંબલ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit