Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ

ખંભાળિયામાં તા. ૧૨ જાન્યુઆરીએ યોજાશે

ખંભાળિયા તા. ૮: ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના કલા મહાકુંભ તા. ૧૨-૧-૨૦૨૫થી ભગવતી મેરેજ હોલ-ખંભાળિયામાં યોજાશે.

તાલુકા કક્ષા કલા મહાકુંભની સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તાલુકાકક્ષાએ લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટયમ, વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, એક પાત્રીય અભિનય, સુગમ સંગીત, લગ્નગીત, સમુહ ગીત, વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, એક પાત્રીય અભિનય, સુગમ સંગીત, લગ્નગીત, સમૂહ ગીત, તબલા, હાર્મોનિયમ (હળવુ), લોકગીત/ભજનમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ કલાકારો તથા સીધી જિલ્લાકક્ષાની કાવ્ય લેખન, ગઝલ શાયરી લેખન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરી, સ્કૂલ બેન્ડ, ઓર્ગન કથ્થક, શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાની) સ્પર્ધાઓમાં ભાગ લીધા કલાકારો માટે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન તા. ૧૨-૦૧-૨૦૨૫થી ભગવતી મેરેજ હોલ- ખંભાળિયામાં યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા આવનાર કલાકારોએ સ્પર્ધા સ્થળે સવારે ૮-૦૦ કલાકે રિપોર્ટીંગ કરવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh