Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશેઃ
જામનગર તા. ૮: જામનગર જિલ્લાની ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકોને નાયબ પશુપાલન નિયામકશ્રી જામનગર દ્વારા જણાવાયું છે કે, રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા તથા પાંજરાપોળમાં રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના નાણાકીય વર્ષ ર૦ર૪-રપ માટે આઈ-ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવેલ છે.
યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો ખ્તટ્ઠેજીદૃટ્ઠ. ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર ઉપલબ્ધ છે. ઓક્ટોબર ર૦ર૪ થી ડિસેમ્બર ર૦ર૪ ના તબક્કાની સહાય માટે તા. ૧પ-૧-ર૦રપ દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે.
આ સમયગાળા દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી લેવાની રહેશે. ઓનલાઈન અરજી ન કરેલ લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવાપાત્ર રહેશે નહીં. ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે બિડાણમાં રાખવાના જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિન-ર૧ માં નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયતની કચેરી, જામનગરને રજૂ કરવાના રહેશે. ઓનલાઈન કરેલ અરજી તથા અરજીમાં બીડાણમાં જણાવેલ સાધનિક કાગળો સાથે જો લાભાર્થી દ્વારા નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયતમાં દિન-ર૧ માં રજૂ ન કરે તો તે અરજી રદ્ કરવા પાત્ર રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial