Advertisement

નાઘેડી પાસેથી પીસ્તોલ-બે કારતૂસ સાથે સિકકાના શખ્સની અટકાયત કરતી એલસીબી

જામનગર તા. ૨૫ઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામના પાટીયા પાસેથી ગઈકાલે એલસીબીએ સિક્કાના એક શખ્સને પીસ્તોલ તથા બે જીવંત કારતૂસ સાથે પકડી લીધા છે. આ હથિયાર તેણે આગ્રાના શખ્સ પાસેથી મેળવ્યાની કબૂલાત આપી છે.

જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફના રઘુવીરસિંહ પરમાર, ફીરોઝ દલ, વનરાજ મકવાણાને બાતમી મળી હતી કે, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામના પાટીયા પાસેથી પસાર થતાં એક શખ્સ પાસે ગેરકાયદેસરનું અગ્નિશસ્ત્ર છે.

તે બાતમીથી પીઆઈ એસ. એસ. નિનામાને વાકેફ કરાયા પછી પીએસઆઈ આર. બી. ગોજીયા, પીએસઆઈ બી. એમ. દેવમુરારી, પીએસઆઈ કે. કે. ગોહિલના વડપણ હેઠળ એલસીબીના સ્ટાફે નાઘેડી ગામના પાટીયા પાસેથી સિક્કાના ગોકુલપુરી વિસ્તારમાં રહેતાં અજયગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી નામના શખ્સની અટકાયત કરી હતી.

આ શખ્સની તલાસી લેવાતા તેના કબ્જામાંથી એક પીસ્તોલ તથા બે જીવંત કારતૂસ મળી આવ્યા હતા. પીસ્તોલ રાખવા માટે આ શખ્સ પાસે પરવાનો ન હોવા છતા તેણે પીસ્તોલ તથા જીવંત કારતૂસ રાખ્યા હતા. રૃા. ૨૫,૨૦૦ની કિંમતના પીસ્તોલ, બે જીવંત કારતૂસ કબ્જે કરી હે.કો. ધાનાભાઈ મોરીએ ફરિયાદ નોંધાવી છે. આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ હથિયાર તથા કારતૂસ ઉત્તરપ્રદેશના આગ્રાના વીરસિંઘ નામના શખ્સ પાસેથી મેળવ્યા હોવાની કબૂલાત આપી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit