| | |

મંદિરના પૂજારી-કર્મકાંડી બ્રાહ્મણો માટે આર્થિક પેકેજ જાહેર કરવા માંગણી

જામનગર તા. ર૩ઃ કોરોના મહામારી તથા લોકડાઉનના કારણે મંદિરોમાં પૂજા-પાઠ-સેવા કરતાં પૂજારીઓ તેમજ કર્મકાંડ કરતા ભૂદેવોની આર્થિક આવક સદંતર બંધ થઈ ગઈ છે. પરિણામે તેમના પરિવારો માટે જીવનનિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે. આત્મનિર્ભર યોજના જાહેર થઈ છે તેવી રીતે મંદિરોના પૂજારીઓ તથા કર્મકાંડી ભૂદેવો માટે વિશેષ આર્થિક પેકેજની જાહેરત કરવા લોક સરકાર સંસ્થાના જિલ્લા ઈન્ચાજ જિગરભાઈ રાવલ તથા શહેર ઈન્ચાજ ચિરાગભાઈ ઝીંઝુવાડિયાએ રજૂઆત કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit