Advertisement

દરેડમાં ગંજીપાનાથી જુગાર રમતાં ત્રણ પરપ્રાંતિયની કરાઈ ધરપકડ

મોરકંડામાંથી ત્રણ પત્તાપ્રેમી પકડાયાઃ

જામનગર તા. ૨૪ઃ જામનગરના દરેડ વિસ્તારમાં  ગઈકાલે રાત્રે સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપાના કૂટતા ત્રણ પરપ્રાંતિયને પોલીસે પકડી પાડયા છે. જ્યારે મોરકંડામાં રોનપોલીસ રમતાં ત્રણની ધરપકડ કરાઈ છે.

જામનગર નજીકના દરેડ ગામમાં આવેલી જાગૃતિ પ્રોવિઝનની દુકાનની સામેની ગલીમાં ગઈકાલે રાત્રે કેટલાંક શખ્સો એકઠાં થઈ જાહેરમાં ગંજીપાના કૂટતાં હોવાની બાતમી મળતાં પંંચકોષી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતાં ત્યાંથી મૂળ ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના વતની  સૈફઅલીખાન જાવિદખાન પઠાણ, પીલીભીત જિલ્લાના વાસિદ મહેબૂબખાન પઠાણ, નવાબગંજ ગામના શુશપાલ મિસરીલાલ કશ્યપ નામના ત્રણ શખ્સ ગંજીપાનાથી રોનપોલીસ રમતાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૃા. ૧૨,૧૨૦ રોકડા કબ્જે કરાયા હતાં.

જામનગર તાલુકાના મોરકંડા ગામમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાનાથી તીનપત્તી રમતાં વિજય પરસોત્તમભાઈ નકુમ, ભાવેશ રણછોડભાઈ ચૌહાણ, યોગેશ શાંતિલાલ કટેશિયા નામના ત્રણ શખ્સ પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતાં. તેઓના કબ્જામાંથી તેમજ પટમાંથી મળી કુલ રૃા. ૧૧,૨૯૦ રોકડા ઝબ્બે લેવામાં આવ્યા છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit