Advertisement

ભારતમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૯૧૧૯ નવા કેસ નોંધાયાઃ ૩૯૬ લોકોના સંક્રમણથી મોત

ગુજરાતમાં ગઈકાલે કોરોનાના નવા ર૯ કેસ સામે ૩ર ડિસ્ચાર્જઃ

નવી દિલ્હી તા. રપઃ દેશમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૯,૧૧૯ કેસ નોંધાયા છે અને ૩૯૬ લોકોના મોત થયા છે. કોરોનાના કુલ કેસની વાત કરીએ તો તેમની સંખ્યા વધીને ૩૪,પ૪૪,૮૮ર થઈ ગઈ છે. બીજી તરફ જો આપણે કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વિશે વાત કરીએ તો તેવધીને ૧૦૯,૯૪૦ થઈ ગઈ છે. છેલ્લા ર૪ કલાકમાં ૧૦,ર૬૪ લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોનાથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને ૩૩,૯૬૭,૯૬ર થઈ ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૪૬૬,૯૮૦ લોકોના મોત થયા છે. છેલ્લા ર૪ કલાકમાં ૯૦,ર૭,૬૩૮ લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૧,૧૯,૩૮,૪૪,૭૪૧ કરસીકરણ કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં કોરોનાની વાત કરીએ તો ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૩પ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે હવે એક્ટિવ કેસની સંખ્યા ૩૧૧ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમણને કારણે કુલ મૃત્યુઆંક રપ,૦૯પ પર પહોંચી ગયો છે. જ્યારે ર૦ નવા લોકો સ્વસ્થ હોવાના અહેવાલ છે. છેલ્લા ર૪ કલાકમાં પ૪,ર૬૮ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી માત્ર ૦.૦૬ લોકો જ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા ર૪ કલાકમાં ૧,૧૧,૩૯પ લોકોને રસી આપવામાં આવી છે. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધીમાં ર,ર૦,૬૩,૪૬૩ લોકોને રસી આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો બુધવારે કોરોનાના નવા ર૯ કેસ નોંધાયા છે અને ૪,પર,૦ર૦ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. સોમવારે સૌથી વધુ અમદાવાદમાં ૧૩ કેસ નોંધાયા છે. નવા ર૯ કેસ સામે ૩ર લોકો સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવતા એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૩૧૬ થઈ છે. આજે અમદાવાદમાં ૧૩, વડોદરામાં ત્રણ, વલસાડમાં ત્રણ, ગાંધીનગરમાં બે, રાજકોટમાં બે, સુરતમાં બે, અરવલ્લીમાં એક, ગીર-સોમનાથમાં એક, મોરબીમાં એક અને નવસારીમાં એક કેસ નોંધાયો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit