Advertisement
Author: નોબત સમાચાર

હવે સર્વત્ર દીકરીઓ ર્માં-બાપ જ નહિ પણ પરિવારનું નામ પણ રોશન કરે છે,એ તમામ દીકરીઓને વંદન

                                                                                                                                                                                                      

આ ઘટના અમુક વર્ષો પહેલાની કોઈ રાજ્યની છે., બીજા માધ્યમથી જાણી અને અહીં મારી શૈલીમાં  રજૂ કરૃં છું. વાત નવી નથી પણ મજાની છે.

હોસ્પિટલમાં દોડાદોડી મચી ગઈ હતી. એક વડીલ પોતાની  પુત્રવધૂ ને લઈને હાંફળાફાંફળા આવ્યા અને સ્ટાફ સ્ટ્રચર લઈને આવ્યા એમ્બ્યુલન્સમાંથી તાબડતોબ એ પુત્રવધૂને લઈને દોડ્યા ,પાછળ એ વડીલ દોડતા હતા અને બૂમો પાડતા હતા કે *કોઈ લેડી ડોક્ટર જ એનો ઈલાજ કરે એ જોજો. એ બાળકને જન્મ આપશે. છેલ્લી ઘડીઓ ગણાય છે. એ જ સ્થળે એક ડોક્ટર ઊભા હતા જે આ વડીલને ઓળખતા હતા. એ હળવું સ્મિત આપીને બોલ્યા ,કેવા માણસ છે દીકરીને જન્મવા ન દીધી અને હવે એમને ડોક્ટર તો લેડી જ જોઈએ છે. એના દીકરા માટે જ્યારે કન્યા શોધવા નીકળ્યા ત્યારે મારા પિતાએ જ કહ્યું હતું કે તમારા જેવા લોકો દીકરીને જન્મ લેવા દે નહિ તો તમારા દીકરા માટે વહુ ક્યાંથી મળે ? અરે  વ્યર્થ છે આ તમારા પ્રયત્નો. મોટા દીકરા અને વહુને તો દીકરો નથી જન્મતો એટલે ઘરમાંથી કાઢી મૂક્યાં. અરે પોતાની જ પત્નીને પહેલા ખોળે  દીકરા માટે કેટલી હેરાન કરી.ત્રણ ત્રણ દીકરા પછી એક દીકરી આવી તો એ ના ગમી. એથી વિશેષ દીકરાઓ માટે વહુ પસંદ કરે ત્યારે પણ કેટલા માપદંડ અને દહેજ તો ખરૃં જ.એ તો ઠીક પણ એ પુત્રવધૂ માથે એક શરત દીકરા ને જ જન્મ આપવાનો.એ જમાનામાં જાતીય પરીક્ષણ થતા હતા એટલે દીકરી જણાય તો એબોર્શન.  આવા માણસોને કુદરત કેમ માફ કરે? આમને જયારે  વણજોઈતી દીકરી માટે વર શોધ્યો ત્યારે મનમાં દર હતો કે મેં મારા દીકરાઓ માટે સારૃં દહેજ લીધું છે એટલે મારે દીકરી માટે કોઈ ભારે માગણી કરશે તો હું કેમ કરીશ ? આ માણસ ના નસીબ તો જુઓ, કદાચ આ કિસ્સામાં એમ કહી શકાય કે દીકરીના નસીબે બધું સારૃં થયું. એ પરિવાર અને જમાઈએ દહેજની સખ્ત રીતે મનાઈ કરી દીધી ,એટલું જ નહિ.એ વેવાઈ કે જમાઈ એ વહુ ને પહેલા ખોળે દીકરી જન્મી તો ઉત્સવ મનાવ્યો.આ દીકરી ના નસીબ.

એના મોટા દીકરા સુખીરામ ને તો જે ત્રાસ આપ્યો હતો એ તો અકલ્પનિય હતો. એ વવાઈ એટલે કે  મોટા દીકરા સુખીરામ ના સાસરિયા પૈસેટકે નબળા હતા. દહેજ પણ આપી શકે એમ નહોતા . તો અમુક શરતો રાખી લગ્ન કર્યા. એ પુત્રવધૂ કેસર ને જ્યારે સારા દિવસો રહ્યા ત્યારે સતત બે વખત દીકરી હતી એટલે પડાવી દીધું. સુખીરામ  અને કેસર  એટલી હદે થાકી ગયા હતા કે જેની કોઈ  હદ નહિ. ત્રીજી વખત જ્યારે દીકરી જ રહી ત્યારે સુખીરામ  અને કેશરે  બંડ પોકાર્યું અને વિરોધ કર્યો, કહ્યું કે આ જીવ જે હોય તે  એબોર્શન નહિ જ થાય. કેસર  ને ત્રીજો મહિનો જતો હતો ત્યારે દીકરા વહુ બંને ને ઘરમાંથી કાઢી મુક્યા એમ કહીને કે મારા ઘરમાં હું કહું એમ જ થવું જોઈએ નહિ  તો નીકળી જાવ ઘરમાંથી.... એ તો સારૃં હતું કે સુખી રામના  સસરાએ દહેજ તો નહિ પણ એક જમીન જમાઈને આપી હતી  એટલે એ જમીન  સુખીરામ કેશર ની હતી અને એ જ ખેતરમાં મકાન પણ હતું. આ લોકો એમાં રહેવા જતા રહ્યા. બીજા બે દીકરાઓ  જીવરામ અને કાશીરામ ને પિતાજી પાસે અઢળક પૈસા જમીન જાગીર હતી એટલે છોડવું નહોતું. પણ સુખીરામ નીકળી ગયો એમ કહીને કે હું કમાઈ લઈશ. કેશરે દીકરીને જન્મ આપ્યો.

સુખી કેશરે નક્કી કર્યું હતું કે આ દીકરીને ખૂબ ભણાવશે. એને કોઈ વાતે ઓછું નહિ આવવા દ્યે. જોકે એ પછી  કેશરે દીકરાને જન્મ આપ્યો.પણ દાદાજી કે કાકાઓ કોઈ અભિનંદન આપવા આવ્યા નહિ.સુખી કેસર ને કોઈ અફસોસ કે નવાઈ નહોતી. હવે કોઈ જ સંબંધો રહ્યા નહિ.  સુખી કેશર પોતાના સંતાનો દીકરી જીવા અને દીકરો જીવન ને ઉછેરવામાં લાગી ગયા. એ લોકો એમની રીતે સુખી હતા. ઉપજ સારી આવે અને કમાણી પણ સારી એ ઉપરાંત પણ સુખી  એ વિસ્તારની જમીનની દલાલીનું કામ કરતો એટલે અઢળક પૈસો થવા માંડ્યો. દીકરો દીકરી જીવન જીવી  બન્ને હોંશિયાર ભણવામાં , એ બન્નેને શહેર ભણવા મૂકી દીધા હતા.અભ્યાસ અને સારા રસ્તે પ્રગતિ માટે.એ લોકોને જે જોઈએ તે બધું મળે.બંને સંતાનો પણ  બહુ જ સરસ હતા. માં બાપના સંસ્કારોથી તેઓ સમૃદ્ધ હતા. તેમનું લક્ષ્ય હતું માં બાપનું નામ રોશન કરવું. હવે તો ખેતર અને ખેતરનું  ઘર  ઘર પણ કેટલું મોટું કરી નાખ્યું હતું. એ ઘર સુખી એ પત્ની કેસર ના નામે જ કરેલું. એ કહેતો કે તારા  પિતાએ આપેલું છે. મારે દહેજ ન ખપે પણ તારા પિતાએ તને આપ્યું છે કરિયાવરમાં તો તારા નામે જ હોય ને? હવે તો એ પંથકમાં સૌથી સુખી દંપતિ અને  પરિવાર સુખી નું જ કહેવાતું. લોકો દાખલા આપે. આ બધી બાબતની  સુખીના પિતા અને એના ભાઈને કોઈ ગણના નહિ. અરે એ લોકો ગયા પછી એના પિતા કે ભાઈઓ સુખીના ઘર તરફ ફરક્યા પણ નથી. કોઈ સંબંધ જ નહિ.  સુખી કેસરના બન્ને બાળકો આઠમા ધોરણ થી શહેરમાં જ ભણવા લાગ્યા હતા. ત્યાં એક નાનું ઘર લઈ લીધું હતું. ભાઈ બહેન ત્યાં જ રહે. ક્યારેક સુખી કેસર ત્યાં જાય ખરા. રજાઓમાં. જીવી જીવણને એના કાકા દાદાએ જોયા પણ નહોતા. એટલે એ લોકોને ઓળખાણ પણ નહિ. આ બાળકોને તેમના દાદા કાકાઓ ના એના માં બાપ પ્રત્યેનો  વર્તાવ વલણ વિશે બધી જ માહિતી હતી છતાં ,સુખી અને કેશરે શીખવ્યું હતું કે આપણે આપણા સંસ્કાર ભૂલવાના નહિ. એ લોકોએ જે કર્યું એ આપણે એમનું ખરાબ નહિ બોલવાનું. એ લોકો તકલીફ માં આવે તો જઈને ઊભા રહેવાનું. આ બન્ને બાળકો માં બાપની તમામ શીખ અને સંસ્કાર માથે ચડાવતા.  સમય જવા માંડ્યો. એ એમની ઈચ્છા હતી એ મુજબ આગળ ખૂબ ભણવા મંડ્યા.સમય જવા માંડ્યો. અહીં હોસ્પિટલમાં દોડાદોડી મચી ગઈ હતી. એટલી વારમાં તો જીવરામ અને કાશીરામ પણ આવી ગયા હતા. થોડીવારમાં સુખીરામ પણ પહોંચી ગયો. આ લોકોએ એની સામે જોયું પણ નહિ. સુખીરામ પણ દૂર જ રહ્યો, એમની નજીક ના ગયો. એ ત્રણેય ઓપરેશન થિયેટરની આસપાસ જ હતા લાલ લાઈટ સામે જોયા કરતા હતા. જયરામ રિસેપ્શન પર પૂછતા હતા કે અંદર લેડી ડોક્ટર છે? રિસેપશન વળી બહેને કહ્યું કે તમારે શું? તમારે તમારી પુત્રવધૂના જીવની ચિંતા છે ને? અમે તો સાંભળ્યું છે કે તમને દીકરીઓ ગમતી નથી તો લેડી ડોક્ટર નું કેમ પૂછો છો? જાવ બેસી જાવ. એ દૂર જય બેસી રહ્યા.  થોડીવાર પછી થિયેટરમાંથી એક આયા બહાર આવી અને કહ્યું કે તમારી વહુની તબિયત સરસ છે અને એણે સુંદર  મજાની દીકરીને જન્મ આપ્યો છે. જયરામ કહે વહુ કેમ છે? ઓપરેશન કરવું પડ્યું? પેલી બહેન કહે કે ના  ડોક્ટર લક્ષ્મી એ એમની કુશળતા થી સરળ રીતે બાળકને બહાર લઇ લીધી. કોઈ તકલીફ નથી. બે જીવરામ કાશીરામ અને જયરામ ત્રણેય બોલ્યા કે એ ડોક્ટર ને બોલાવો અમે મળીયે આભાર માનીયે. થોડીવારમાં ડોક્ટર લક્ષ્મી આવ્યા ,આવીને તરત ત્રણેયના ચરણ સ્પર્શ કર્યા. ત્રણેય કહે અરે અરે આવડા મોટા ડોક્ટર અમારા પગમાં પડે? કોણ છો તમે? એણે કહ્યું કે ત્યાં બાંકડા પર બેઠા છે ને તમારા મોટા દીકરા સુખીરામ અને એમના પત્ની કેસર ? હું એમની દીકરી લક્ષ્મી. , દાદાજી તમે જેને જન્મવા નહોતા દેવાના એ જ હું લક્ષ્મી. દાદાજી શું બોલે? આંખમાં આંસુ સાથે બે હ ાથ જોડી માફી માંગવા મંડ્યા, દોડીને દીકરા દુઃખી અને પુત્રવધુ કેસર પાસે ગયા. બે હાથ જોડી ઊભા રહ્યા અને કહ્યું કે મેં ગમે તે કર્યું પણ તમે તમારા સંસ્કાર ચુક્યા નહિ અને સંતાનોને પણ  સારા સંસ્કાર આપ્યા.

 કેસર કહે. હવે તો દીકરીઓ પરિવારના નામ રોશન કરે છે. દીકરીઓને વધાવે છે, ભણાવે છે અને અને આગળ વધારે છે.

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh