Advertisement

ચકચારી ગર્ભવતી મહિલાની હત્યા નિપજાવનાર આરોપીના બે દી'ના રિમાન્ડ

જામનગર તા. ૨૧ઃ જામનગર નજીકના દરેડમાં એક ગર્ભવતી નેપાળી મહિલાની હત્યા નિપજાવવાના ગુન્હામાં સંડોવાયેલા ઉતરાખંડ રાજ્યના આરોપીને પોલીસે બે દિવસના રિમાન્ડ પર લઈ પોલીસે તપાસ આગળ ધપાવી છે. જામનગર નજીકના દરેડમાં ગોડાઉનના એક સુમસામ વિસ્તારમાં રહેતાં ઈન્દ્રબહાદૂર નેપાળી નામના યુવાનના પત્ની ભૂમિશાહી ઉર્ફે અંજુબેનની હત્યા કરી નાખવામાં આવી હતી અને તેણીના ઘરમાંથી મોબાઈલ તથા રૃા. ૩,૦૦૦ની રોકડ પણ ગુમ થઈ હતી. તે કેસની તપાસમાં એલસીબીએ ઉતરાખંડના ઉધમસીંગનગર પાસેના ઈસ્લામનગરમાંથી મહમદ ફૈઝ જમાલુદીન અન્સારી નામના શખ્સની અટકાયત કરી હતી. આ શખ્સે પોતાની આર્થિક સંકળામણ દૂર કરવા નેપાળી મહિલાની હત્યા કર્યાનું કબૂલ્ય્ું હતું. હત્યાનો ભોગ બનનાર મહિલાના પેટમાં આઠ મહિનાનો ગર્ભ પણ હતો. આરોપીને જામનગર ખસેડવામાં આવ્યા પછી પંચકોષી બી ડીવીઝન પોલીસે તેને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરતાં અદાલતે આરોપીને બે દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh 29 March
close
PPE Kit