Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૦-૧૧-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. અમેરિકામાં સુપ્રિમ કોર્ટે ટ્રમ્પ સરકારના ટેરિફની કાયદેસરતા પર શંકા વ્યક્ત કરતા ભારતીય શેરબજારમાં આજે તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ ડિલ થયાના અને ચાઈના પરના ટેરિફમાં ઘટાડો કરાયા સામે ભારત સાથે ટ્રેડ ડિલ કરી રહ્યાના ટ્રમ્પના નિવેદન છતાં કેટલીક મહત્વની બાબતોએ ટ્રેડ ડિલ ફરી ઘોંચમાં પડવાની અનિશ્ચિતતાને લઈ ફંડો અને મોટા રોકાણકારો વૈશ્વિક અસ્થિરતાને ધ્યાનમાં રાખીને સાવચેત બન્યા હતા.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૨૩%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૧૩% વધીને અને નેસ્ડેક ૦.૨૧% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૦% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૨૪ અને વધનારની સંખ્યા ૧૭૧૦ રહી હતી, ૨૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર સર્વિસ, પાવર, યુટીલીટી, રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, ઓટો અને બેન્કેકસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ: ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૧,૭૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૨,૩૯૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૧,૭૬૮ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૧૯૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૨,૨૬૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર: ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૧,૪૯,૫૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૫૦,૭૯૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૪૯,૫૪૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૭૫૧ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૫૦,૪૮૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ટેક મહિન્દ્રા (૧૩૯૨): કમ્પ્યુટર્સ - સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ટાટા કન્ઝ્યુમર (૧૧૬૫): એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૧૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૧૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
અદાણી એનર્જી (૯૫૨) : રૂ.૯૪૦ નો પ્રથમ તેમજ રૂ.૯૨૭ બીજા સપોર્ટથી પાવર ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૬૪ થી રૂ.૯૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (૫૭૦) : હાઉસિંગ ફાઈનાન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૫૮૪ થી રૂ.૫૯૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૫૩૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, રિટેલ રોકાણકારોના વધતા ફંડ ઇન્ફલોસના કારણે ભારતીય શેરબજારમાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની ભૂમિકા સતત મજબૂત થતી જાય છે. ખાસ કરીને સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) મારફત રિટેલ રોકાણકારો સતત મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરી રહ્યા છે, જેના પરિણામે ડીઆઈઆઈના હિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ડીઆઈઆઈનો હિસ્સો ૧૮.૨૫% સુધી પહોંચી ગયો છે, જ્યારે એફપીઆઈના હિસ્સામાં ૧૬.૭૦% પર ઘટાડો નોંધાયો છે. આ ગતિ સૂચવે છે કે સ્થાનિક રોકાણકારો બજારની સ્થિરતા માટે મહત્વપૂર્ણ આધાર બન્યા છે અને વૈશ્વિક અસ્થિરતાને કારણે વિદેશી રોકાણકારોનો બહારનો દબાણ રોકાવામા ં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
વિદેશી રોકાણકારોના સતત નેટ વેચવાલ છતાં ભારતીય બજાર ટકી રહેવામાં સક્ષમ રહ્યું છે. આ સ્થિતિ દર્શાવે છે કે સ્થાનિક રોકાણકારો, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફન્ડ અને એસઆઈપીના માધ્યમથી પ્રવેશ કરનારા રિટેલ ઇન્વેસ્ટર્સ, ભારતીય શેરબજારમાં સકારાત્મકતા જાળવી રહ્યા છે. વિદેશી રોકાણકારો પોતાના રોકાણને અન્ય બજારો તરફ મોડતા હોવા છતાં, સ્થાનિક બજારની મજબૂતી, વધતી પ્રવૃત્તિ અને મ્યુચ્યુઅલ ફંડના હિસ્સામાં વધારો આગામી સમયમાં પણ ભારતીય શેરબજાર માટે સકારાત્મક દિશા દર્શાવે છે. આ પરિસ્થિતિ ભારતીય શેરબજારને સ્થાનિક રોકાણકારોના ટેકા સાથે વધુ સ્વતંત્ર અને ટકાઉ બનાવે છે.