Advertisement

રોઝીબંદર પરથી બેડીના બે માછીમારબંધુ પાણીના વહેણમાં તણાયાની આશંકા

નગરસેવકે મદદરૃપ થવા તંત્ર પાસે કરી રજૂઆતઃ

જામનગર તા. ૧૪ઃ જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતાં બે માછીમાર ભાઈઓ રોઝી બંદર પાસે દરગાહ પાછળ માછીમારી કરવા માટે ગયા હતા. તે પછી લાપત્તા બન્યા છે. ગઈકાલે શહેરમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને રંગમતિ-નાગમતિ નદીનું પાણી ઉપરોકત વિસ્તારમાંથી જ પસાર થતું હોય બન્ને ભાઈઓ પાણીના પ્રવાહમાં તણાઈને જંગલ તરફ ખેંચાયાની આશંકા સેવાઈ રહી છે. અત્યંત ગરીબ પરિવારને મદદરૃપ થવા તંત્ર પાસે તે વિસ્તારના નગરસેવકે રજૂઆત કરી છે.

જામનગરમાં ગઈકાલે વરસેલા ભારે વરસાદ વચ્ચે નગરના બેડી વિસ્તારમાં વાલસુરા રોડ પર રહેતા બે માછીમાર રોઝી બંદર તરફ પગપાળા નીકળ્યા પછી ગુમ થઈ ગયા છે.

બેડીના સિદિક-એ-આઝમ ચોકમાં રહેતા અને માછીમારીનું કામ કરતાં જુનસ જુમાભાઈ કકલ (ઉ.વ. ૪૨) તથા હનિફ જુમાભાઈ કકલ (ઉ.વ. ૩૫) નામના બે માછીમારો ગઈકાલે સવારે પોતાના ઘરેથી રોઝી બંદર રવાના થયા હતા. તે પછી ગઈકાલે જામનગરમાં ઉપરવાસના ભારે વરસાદ અને રણજીતસાગર ઓવરફ્લો થવાના કારણે ઘૂસી ગયેલા પાણી રંગમતિ અને નાગમતિ નદીમાં આવી ચઢયા પછી તે નદીમાંથી કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ  ગઈ હતી અને તે નદીમાંથી દરિયા તરફ વહેતંંુ પાણી રોઝી બંદરની પાછળ ઘડિયા પીરની દરગાહ પાસેથી પસાર થાય છે ત્યાં જ આ બન્ને માછીમારો હતા અને માછીમારી કરતા હતા ત્યાંથી ગુમ થયા છે.

ઉપરોકત બન્ને યુવાન ગઈરાત્રે ઘેર પરત નહીં ફરતાં તેમના ચિંતિત થઈ ઉઠેલા પરિવારજનોએ મોડીરાત્રે જ બન્ને ભાઈઓના સગડ મેળવવાના પ્રયત્ન શરૃ કર્યાં હતાં. તેમ છતાં બન્ને યુવાનોનો કોઈ પત્તો સાંપડયો નથી. ગઈકાલે પાણીના વધેલા પ્રવાહમાં આ બન્ને ભાઈઓ તણાઈ ગયા હોવાની અને જંગલ વિસ્તારમાં પાણી સાથે ખેંચાઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ વિસ્તારના કોંગ્રેસના નગરસેવક એડવોકેટ નૂરમામદ એ. પલેજાએ કકલ પરિવારની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. આ પરિવારનું ભરણપોષણ બન્ને ભાઈઓ કરતા હતાં. ટંકનું કમાઈને ટંકનું ખાતા આ પરિવારના વ્યક્તિઓ બન્ને ભાઈ એકસાથે ગુમ થતાં ભારે ચિંતામાં મૂકાઈ ગયો છે. હનિફભાઈને સંતાનમાં નાના બાળકો છે. જ્યારે આ યુવાનની શોધખોળ માટે તંત્ર પૂરતો સહયોગ આપે અને જરૃર પડયે હેલિકોપ્ટરની પણ મદદ મેળવવા નગરસેવક નૂરમામદ પલેજાએ કલેકટર, એસપી તથા મ્યુનિ કમિશનરને રજૂઆત કરી છે.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit