Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી ૧ ડિસેમ્બરે આયોજનઃ
જામનગર તા. ૨૭: જામનગરના કે.વી.રોડ, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સ્થિત અને પ.પૂ. મનહરલાલજી મહારાજ દ્વારા સ્થાપિત ગીતા વિદ્યાલયમાં તા. ૧-૧૨-૨૫ના ગીતા જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં બાળકોના હસ્તે સવારે ૯ વાગ્યે શ્રીમદ્ ભગવદ્ ગીતા, ભગવાન શ્રીકૃષ્ણ તથા શ્રી વેદ વ્યાસજીનું પૂજન, સવારે ૯ થી ૧૨ સમૂહમાં ગીતાજીના ૧૦૮ પાઠ, સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી ગીતા પાઠ અને ગીતાજીની આરતી કરવામાં આવશે. સંસ્થા દ્વારા યોજવામાં આવેલ અધ્યાય કંઠસ્થ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તથા અન્ય સ્પર્ધાઓમાં ઉત્તીર્ણ થયેલ બાળકોને પુરસ્કાર આપવામાં આવશે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કિરીટભાઈ ગોસ્વામી (બાળગીત અને બાળવાર્તા સર્જક) ઉપસ્થિત રહી પ્રાસંગિક વકતવ્ય આપશે. સર્વેને ઉપસ્થિત રહેવા જામનગર ગીતા મંદિર ટ્રસ્ટના મંત્રીએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial